ગુજરાત વિધાનસભાનું મોનસૂન સત્ર સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતા
ચોમાસું સત્રમાં ગુજરાત વિધાનસભામાં સરકાર જમીન ટુકડા ધારા સુધારા બિલ સહીતના મહત્ત્વના ખરડા રજૂ કરશે. રાજ્યના વિકાસ, વહીવટી પ્રક્રિયા અને જમીન સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફારોને ધ્યાનમાં રાખીને આ સુધારા લવાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. અન્ય કેટલાક મહત્ત્વના સુધારા બિલો પણ સરકાર દ્વારા ચોમાસું સત્રમાં રજૂ થાય તેવી શક્યતા છે
ગુજરાત સરકાર અને વિધાનસભા તંત્ર દ્વારા મોનસૂન સત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, રાજ્યની વિધાનસભાનું ચોમાસું સત્ર સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. આ ટૂંકા ગાળાનું સત્ર મહત્ત્વના મુદ્દાઓ અને ખરડાઓને લઈને ખાસ મહત્ત્વનું છે.
સૂત્રો મુજબ, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સંભવત યોજાનારું ચોમાસું સત્ર 2થી 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. સત્રમાં સરકારના વિવિધ વિભાગો સાથે સંલગ્ન મહત્ત્વપૂર્ણ કાયદાકીય સુધારા વિધેયકોને રજૂ કરવાની તૈયારીમાં છે. ટૂંકાગાળાના સત્રમાં સરકારનું ધ્યાન વહીવટીય નિર્ણયો અને કાયદાકીય બાબતો પર કેન્દ્રીત રહેશે.
ચોમાસું સત્રમાં ગુજરાત વિધાનસભામાં સરકાર જમીન ટુકડા ધારા સુધારા બિલ સહીતના મહત્ત્વના ખરડા રજૂ કરશે. રાજ્યના વિકાસ, વહીવટી પ્રક્રિયા અને જમીન સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફારોને ધ્યાનમાં રાખીને આ સુધારા લવાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. અન્ય કેટલાક મહત્ત્વના સુધારા બિલો પણ સરકાર દ્વારા ચોમાસું સત્રમાં રજૂ થાય તેવી શક્યતા છે.
વિધાનસભા તંત્ર દ્વારા સત્રને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સભ્યોને લગતી પ્રક્રિયા, બેઠક વ્યવસ્થા, પ્રશ્નોત્તરી અને ધારાસભ્યોની કામગીરીને લઈને આંતરિક આયોજનો પણ શરૂ કર્યા છે. સત્રની તારીખો અંગે થોડાક દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.
ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા વિવિધ જાહેરહિતના મુદ્દાઓ, રાજ્યના વિકાસના પ્રશ્નો અને પ્રજાને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સરકાર પોતાની નીતિઓ, યોજનાઓ અને કાયદાકીય સુધારાને આગળ ધપાવનારા ખરડા રજૂ કરશે.