હવે પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ભૂતકાળ બનશે, ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની
કેન્દ્ર સરકારે 26 જૂન, 2026થી પાસપોર્ટ માટેની અરજી ફીમાં વધારો જાહેર કરીને નવા નિયમો 1 જલુાઈ, 2026થી અમલમાં મૂક્યા છે. 36 પૃષ્ઠોના સામાન્ય નવા પાસપોર્ટ અથવા તેના રિ-ઈશ્યૂની ફી 1500 રૂપિયામાંથી સીદી 2500 રૂપિયા કરી દેવામમાં આવી છે
ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારાઓને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. ગુજરાતના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવાના દિશાનિર્દેશ આપ્યા છે.
આ પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા મુખ્યત્વે અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવાનની રહેશે. અરજદારના સરનામાની ચકાસણી કરવાની જરૂરત રહેશે નહીં.
નવી સૂચના પ્રમાણે, પાસપોર્ટની અરજી કરનારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને રૂબરૂ હાજર થવા માટે બોલાવી શકાશે નહીં. પોલીસે અરજદારને રૂબરુ મળવાની કે તેમના હસ્તાક્ષર લેવાની પણ જરૂર રહેશે નહીં.
જો કે કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય કે વધુ ખરાઈ કરવાનની જરૂરિયાત હોય તો જ અપવાદરુપ સંજોગોમાં અરજદારના રહેઠાણની મુલાકાત લઈ શકશે. જો કે આવા કિસ્સાઓમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલવવાની જરૂર રહેશે નહીં.
મહત્ત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે 26 જૂન, 2026થી પાસપોર્ટ માટેની અરજી ફીમાં વધારો જાહેર કરીને નવા નિયમો 1 જલુાઈ, 2026થી અમલમાં મૂક્યા છે. 36 પૃષ્ઠોના સામાન્ય નવા પાસપોર્ટ અથવા તેના રિ-ઈશ્યૂની ફી 1500 રૂપિયામાંથી સીદી 2500 રૂપિયા કરી દેવામમાં આવી છે.
પાસપોર્ટ ઉપરાંત, ગુમ થયેલા અથવા ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના બદલે નવો પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અને સરન્ડર સર્ટિફિકેટ જેવી સેવાઓની ફી પણ વધારાઈ હતી.
જો તમારો 36 પાનાનો પાસપોર્ટ ખોવાઈ જાય છે, તો સામાન્ય પ્રક્રિયા હેઠળ તેને ફરીથી બનાવવા માટે 5,000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે તત્કાલ (તાત્કાલિક)માં આ ખર્ચ 7,500 સુધી પહોંચી જશે. તેવી જ રીતે, 60 પાનાના રિપ્લેસમેન્ટ પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીમાં 6,000 રૂપિયા અને તત્કાલ માટે 8,500 રૂપિયાની ફી નક્કી કરાઈ છે.