છાત્રોને દેશના દુશ્મન સમજી રહી છે મોદી સરકાર : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ 20 જુલાઈ, 2026ને કલંકનો દિવસ ગણાવતા કહ્યું કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે છાત્રોના શાંતિપૂર્ણ પ્રદર્શનને લાઠીચાર્જ અને ટિયરગેસ દ્વારા દબાવવાની કોશિશ કરી.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર શિક્ષણ વ્યવસ્થા અને છાત્ર આંદોલનને લઈને તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે કે દેશભરના વિદ્યાર્થીઓ સરકાર પાસે જવાબદેહી અને શિક્ષણ સુધારણાની માગણી કરી રહ્યા છે. પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ કારયતા અને અકારણ ક્રૂરતાથી આપ્યો. સરકાર છાત્રો ની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે, માનો તેઓ દેશનું ભવિષ્ય નહીં, પણ રાષ્ટ્રના દુશ્મન હોય.
ધ હિંદુમાં પ્રકાશિત આર્ટિકલ -‘An Education System’s Collapse, Young India’s Trauma’- માં સોનિયા ગાંધીએ કહ્યુ છે કે છાત્રોની સાથે ઉભા રહેવું અને તેમના ભવિષ્યની સુરક્ષા કરવી નૈતિક, રાજકીય અને બંધારણીય જવાબદારી છે.
તેમણે કહ્યુ છે કે હાલની શિક્ષણ વ્યવસ્થા છાત્રોમાં માત્ર નિરાશા પેદા કરી રહી છે અને સરકારનો ઘમંડ અને જવાબદેહીથી બચનારી કાર્યશૈલીએ છાત્ર આંદોલનને જન્મ આપ્યો છે.

પોલીસ કાર્યવાહીની ટીકા
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે છાત્ર પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી આ સરકાર માટે કોઈ નવી વાત નથી. તેમણે કહ્યુ છે કે 2020માં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ દરમિયાન પણ યુનિવર્સિટી પરિસરોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ આ પ્રકારની કાર્યવાહી કરી હતી. તેના સિવાય મહિલા પહેલવાનોના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે હાલના સપ્તાહોમાં દેશભરમાં પરીક્ષા પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં અધોગતિ વિરુદ્ધ છાત્રોના શાંતિપૂર્ણ પ્રદર્શનો વધ્યા છે. તેમની માગણી માત્ર એટલી હતી કે કેન્દ્ર સરકાર જવાબદેહી નક્કી કરે અને શિક્ષણ સુધારણા લાગુ કરે.
20 જુલાઈ કાળો દિવસ
સોનિયા ગાંધીએ 20 જુલાઈ, 2026ને કલંકનો દિવસ ગણાવતા કહ્યું કે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે છાત્રોના શાંતિપૂર્ણ પ્રદર્શનને લાઠીચાર્જ અને ટિયરગેસ દ્વારા દબાવવાની કોશિશ કરી.
તેમણે દાવો કર્યો છે કે ઘણાં શાંતિપૂર્ણ દેખાવકારો ઘાયલ થયા અને ઘરે પાછા ફરી રહેલા છાત્રોને પણ પોલીસે બક્ષ્યા નથી. તેમના પ્રમાણે, દેશે એવા દ્રશ્યો જોયા, જેમાં યુવાઓના શરીર પેલેટ લાગવાથી ઘાયલ જોવા મળ્યા.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે તે દિવસના વીડિયો આખા દેશની સામુહિક ચેતનાને ખળભળાવનારા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર અને તેના સમર્થક મીડિયા આ સ્વંયભૂ છાત્ર આંદોલનને લઈને જુદીજુદી વાર્તાઓ બનાવી રહ્યા છે, જ્યારે સત્ય એ છે કે તેઓ દેશના દીકરા-દીકરીઓ છે.
સરકાર સંવાદ નહીં, દમનનો માર્ગ પસંદ કરે છે
કોંગ્રેસના નેતાનો આરોપ છે કે મોદી સરકાર દરેક વખતે વાતચીતના સ્થાને દમનનો માર્ગ પસંદ કરે છે. ખેડૂતોથી લઈને સમાજિક કાર્યકર્તાઓ સુધી સરકાર વિરોધના દરેક અવાજને દબાવવાની કોશિશ કરતી રહી છે.
તેમણે કહ્યું છે કે આ વખતે સરકારે ભવિષ્યના ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો, સિવિલ સર્વન્ટ્સ, ઉદ્યમીઓ અને રાષ્ટ્રનિર્માતાઓ પર જ રાજ્યની શક્તિનો ઉપયોગ કર્યો, જેને ભૂલાવી શકાય નહીં અને ન માફ કરી શકાય છે.
સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું છે કે સરકાર વિરોધના દરેક અવાજને દેશવિરોધી ગણાવવાની જૂની રણનીતિ હવે છાત્ર આંદોલનો પર પણ લાગુ કરી રહી છે, જ્યારે તેણે પોતાની નીતિઓ પર આત્મમંથન કરવું જોઈએ.
શિક્ષણનો ખર્ચ ઘટાડવાનો આરોપ
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર સાર્વજનિક શિક્ષણથી સતત પીછેહઠ કરી રહી છે. તેમના પ્રમાણે, સરકારે કુલ બજેટમાં સ્કૂલ શિક્ષણ પર ખર્ચનો હિસ્સો 50 ટકા અને ઉચ્ચ શક્ષણ પર 33 ટકા સુધી ઘટાડી દીધો છે.
સોનિયા ગાંધીનો દાવો છે કે ગત 12 વર્ષોમાં લગભગ 1 લાખ સરકારી સ્કૂલો બંધ થઈ, જ્યારે 43 હજાર ખાનગી શાળાઓ ખોલવામાં આવે, જેમાં મોટી સંખ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા સંચાલિત છે.
તેમનું કહેવું છે કે સારું અને સરકારી શિક્ષણ ઉપલબ્ધ નહીં થવાને કારણે પરિવારોને બાળકોના અભ્યાસ પર પોતાના ખિસ્સાથી ભારે ખર્ચ કરવો પડી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે માત્ર નીટ કોચિંગ પર પરિવારોનો ખર્ચ લગભગ એટલો જ છે, જેટલો કેન્દ્ર સરકાર જાહેર શિક્ષણ પર ખર્ચ કરે છે.
એનટીએ અને પરીક્ષા પ્રણાલી પર સવાલો
સોનિયા ગાંધીએ કહ્યું છે કે શિક્ષણ વ્યવસ્થાની બીજી મોટી સમસ્યા જાહેર પરીક્ષા પ્રણાલીનું કમજોર થવું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પરીક્ષાઓનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ અને રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે પહેલા યુનિવર્સિટી અને રાજ્ય પોતાની જરૂરત પ્રમાણે પરીક્ષાઓ આયોજીત કરતા હતા. પરંતુ હવે કોમન યુનિવર્સિટી એન્ટ્ર્ન્સ ટેસ્ટ જેવી પરીક્ષાઓ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- એનટીએના માધ્યમથી કરાઈ રહી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે એનટીએ કર્મચારીઓની અછતથી ઝઝૂમી રહ્યું છે અને પરીક્ષા માટે ખાનગી એજન્સીઓ પર નિર્ભર છે. તેની સાથે જ તેમણે દાવો કર્યો છે કે એનટીએ સાથે જોડાયેલા ઘણાં પેપર સેટર, અનુવાદક અને વિશેષજ્ઞ દેશના પ્રતિષ્ઠિત શિક્ષાવિદ્દ નથી, પરંતુ રાજકીય સંબંધો ધરાવનારા લોકો છે.
સોનિયા ગાંધીનો દાવો છે કે ગત 12 વર્ષોમાં દેશભરમાં 152 પેપર લીક થયા, જેમાં 2017માં ગઠન બાદ એનટીએ સાથે જોડાયેલી પરીક્ષાઓ પણ સામેલ છે.
શિક્ષણ બાદ રોજગાર પણ મોટો પડકાર
સોનિયા ગાંધીએ કહ્યું છે કે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સારી અને સમ્માનજનક નોકરીઓ મળવી પણ આજે મોટો પડકાર બની ગયો છે. તેની પાછળ તેમણે ઈકોનોમીમાં વધતા એકાધિકાર અને રોજગારના મર્યાદીત અવસરોને કારણ ગણાવ્યા.
તેમણે આરોપ લગાવ્યો છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદની શિક્ષણ સંબંધિત સ્થાયી સમિતિની એ ભલામણોને પણ નકારી, જેમાં એનટીએને મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી હતી. તેમના પ્રમાણે, આટલી મોટી નિષ્ફળતાઓ છતાં શિક્ષણ મંત્રીનું પદ પર બનેલા રહેવું જનતાના આક્રોશને વધારી રહ્યું છે.