ઈસ્લામ અપનાવનારા OBC કોટાના હકદાર નથી: મદ્રાસ HCના ચુકાદાના ટેકામાં યૂથ ફોર ઈક્વાલિટીની SCમાં અરજી
તમિલનાડુ સરકારના એક આદેશ હેઠળ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ અંગિકાર કરનારાઓને સાત બેકવર્ડ ક્લાસ મુસ્લિમ (BCM) સમુદાયોમાં રાખવામાં આવતા હતા. તેના પછી તેમણે BCM કોટા હેઠળ અનામતનો લાભ આપવામાં આવતો હતો. જેને હવે પડકારવામાં આવ્યો છે. આ સંગઠન પહેલા પણ દેશના ઘણાં રાજ્યોમાં અનામતના મામલાઓને લઈને કાયદાકીય લડાઈ લડી ચુક્યું છે
દેશમાં અનામત અને ધર્માંતરણ સાથે જોડાયેલો એક મામલો ઘણાં દિવસોથી ચર્ચામાં છે. યૂથ ફોર ઈક્વાલિટી (YFE)નામના સંશોધન અને વકીલાતના સંગઠને આના સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે. આ સંગઠન મદ્રાસ હાઈકોર્ટના 25 જૂન, 2026ના એક ઐતિહાસિક ચુકાદાના સંપૂર્ણ સમર્થનમાં છે. આ ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ઈસ્લામ અંગિકાર કરનારા લોકો ઓબીસી કોટાના હકદાર બની શકે નહીં.
તમિલનાડુ સરકારના એક આદેશ હેઠળ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ અંગિકાર કરનારાઓને સાત બેકવર્ડ ક્લાસ મુસ્લિમ (BCM) સમુદાયોમાં રાખવામાં આવતા હતા. તેના પછી તેમણે BCM કોટા હેઠળ અનામતનો લાભ આપવામાં આવતો હતો. જેને હવે પડકારવામાં આવ્યો છે. આ સંગઠન પહેલા પણ દેશના ઘણાં રાજ્યોમાં અનામતના મામલાઓને લઈને કાયદાકીય લડાઈ લડી ચુક્યું છે.
તેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને રાજસ્થાન જેવા ઘણાં મોટા રાજ્યો સામેલ છે. આ વખતે યૂથ ફોર ઈક્વાલિટીએ એડવોકેટ શ્રુતુંજય ભારદ્વાજના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. સંગઠનનો મુખ્ય ઉદેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશમાં બંધારણીય જોગવાઈઓ અને અનામતના નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ શકે.
તમિલનાડુ સરકારના આદેશ પર ગંભીર બંધારણીય પ્રશ્ન
અરજીમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુ સરકારનો આ આદેશ બંધારણીય રીતે સંપૂર્ણપણે અયોગ્ય અને અભૂતપૂર્વ છે. તેના હેઠળ હિંદુ બીસી, એમબીસી, ડીએનસી, એસસી અને એસટી જાતિઓના લોકો માત્ર ઈસ્લામ અંગિકાર કરીને નવી મુસ્લિમ જાતિ મેળવી લે છે.
સંગઠનનો તર્ક છે કે આ સરકારી આદેશ હકીકતમાં સરકાર દ્વારા ધર્મ બદલવાની આઝાદીની ડેમોગ્રાફીને પ્રોત્સાહિત કરવા જેવો છે. તે સંપૂર્ણપણે દેશના બંધારણીય નિયમોની વિરુદ્ધ છે. અરજીમાં આ નિયમને પણ આકરો પડકાર અપાયો છે કે જેમાં એક ખાનગી મુસ્લિમ મજહબી સંસ્થા એટલે કે જમાતને એ અધિકાર આપવામાં આવ્યો છે. જમાત જ નક્કી કરે છે કે ધર્મ બદલનાર વ્યક્તિને કઈ નવી જાતિ આપવામાં આવે.
સંગઠનનો તર્ક છે કે જે વ્યક્તિની જાતિ અને તેના પછાતપણાંની સ્થિતિ નક્કી કરવી દેશનું બંધારણીય કામ છે. તે પ્રકારે સંવેદનશીલ કામને કોઈ ગેરબંધારણીય ધાર્મિક સંસ્થાને સોંપી શકાય નહીં. અનામતનો મુખ્ય ઉદેશ્ય જન્મથી નક્કી થયેલી ઐતિહાસિક અસમાનતાઓ અને પછાતપણાંને દૂર કરવાનો છે. સરકાર કોઈ આદેશથી નવી જાતિ પેદા કરી શકે નહીં.
ધર્માંતરણને પ્રોત્સાહન
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ આદેશથી લોકોને ધર્માંતરણ માટે સીધું સરકારી પ્રોત્સાહન મળે છે. હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ અંગિકાર કરનારા મોટા પ્રમાણમાં શૈક્ષણિક અને ભૌતિક લાભ મેળવે છે. આ વાતને સાબિત કરવા માટે બીસીએમ અને અન્ય અનામત શ્રેણીઓના કટઓફ અંકોના ઉદાહરણ અપાયા છે. આંકડા મુજબ, બીસીએમ શ્રેણીની સૌથી નીચલી રેન્ક 80,758 છે. જ્યારે સામાન્ય બીસી શ્રેણીની સૌથી નીચલી રેન્ક 62,857થી લગભગ 18,000 રેન્ક પાછળ છે. એટલે કે બીસીએમ શ્રેણીના કટઓફ અંક અન્ય શ્રેણીના મુકાબલે ઘણું ઓછું છે અને આવું જ અંતર ઘણાં સરકારી પદો પર પણ જોવા મળ્યું છે.
લઘુમતી અધિકારોનો મામલો
સંગઠને કોર્ટને કહ્યું છે કે એક મુસ્લિમ કન્વર્ટને માત્ર સરકારી નોકરીઓ અને અભ્યાસમાં જ અનામત મળતું નથી. તેનાથી જ તેને ધાર્મિક લઘુમતીઓના તમામ બંધારણીય અને કાયદાકીય લાભ પણ મળવાના શરૂ થઈ જાય છે.
તેમાં બંધારણના અનુચ્છેદ- 29, 30 હેઠળ મળનારા લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની તકો પણ સામેલ છે. સંગઠનનું કહેવું છે કે અનામત અને લઘુમતી કોટાનો આ બેવડો લાભ લોકોને ધર્માંતરણ કરવા માટે એક ગેરબંધારણીય પ્રોત્સાહન આપે છે. આ તમામ મજબૂત તર્કોના આધારે યૂથ ફોર ઈક્વલિટીએ માનનીય સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે તે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખે.