100 વર્ષમાં ચોથી વાર ગુરુવારે અમદાવાદને ભારે પડયો
અમદાવાદના પશ્ચિમ વિસ્તાર માટે વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. ગુરુવારે પડેલા વરસાદે અમદાવાદને બાનમાં લઈ લીધું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત 100 વર્ષોમાં 24 કલાકમાં ભારે વરસાદની અગાઉ ત્રણ ઘટનાઓ અમદાવાદીઓ જોઈ ચુક્યા છે.
23 જુલાઈ, 2026ના ગુરુવાર રોજ સવારે 5 વાગ્યા અમદાવાદમાં બધું સામાન્ય હતું. પણ બપોરે 12 વાગ્યા સુધીમાં ભારે વરસાદના કહેરમાં મેઘમહેરની રાહ જોતા અમદાવાદીઓને રોડ-રસ્તા, મકાનો-દુકાનો પાણીમાં ડૂબેલા જોઈને સ્થિતિની ભયાવહતા સમજાઈ ચુકી હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર માટે વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. ગુરુવારે પડેલા વરસાદે અમદાવાદને બાનમાં લઈ લીધું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત 100 વર્ષોમાં 24 કલાકમાં ભારે વરસાદની અગાઉ ત્રણ ઘટનાઓ અમદાવાદીઓ જોઈ ચુક્યા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, 1927માં અમદાવાદ ખાતે અત્યાર સુધીનો સૌથી વધુ 414.8 મિલીમીટર વરસાદ નોંધાઈ ચુક્યો છે. તેના પછી જુલાઈ, 2000માં 325.9 મિલીમીટર અને ત્રીજા ક્રમાંકે 1967માં 322.3 મિલીમીટર વરસાદ પડયાનું નોંધાયું છે. જ્યારે 23 જુલાઈ, 2026ના રોજ અમદાવાદમાં 296 મિલીમીટર વરસાદ પડયો હતો.

ગુરુવારે પડેલા વરસાદ બાદ જનજીવન પાટા પરથી ઉતરી ગયું છે. ઘર-દુકાનોના પાણી ઓસર્યા બાદ નુકશાનનો અંદાજ આવી શકે છે. અમદાવાદના ઘુમા-બોપલ, શેલા અને શીલજ જેવા વિસ્તારોમાં હજીપણ ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. રસ્તાઓ પર પણ પાણી છે. પૉશ એરિયાની સોસાયટીઓમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહનો પણ ફસાયા છે. પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ ગેરેજમાં જઈ રહ્યા છે અને ગેરેજમાં પણ મોટું વેઈટિંગ લિસ્ટ છે
જોકે વરસાદે શુક્રવારે અને શનિવારે ગતિ ઘણી ધીમી કરી હોવાથી સામાન્ય લોકોને રાહત થઈ હતી. પરિવહન સરળ બન્યું હતું. પાણી ઉતર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મનપાએ તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.