PM મોદીના કાર્યક્રમ પહેલા અંબાણી કલ્ચરલ સેન્ટરથી 2 શકમંદની અટક, PMOનું નકલી ID અને બંદૂક જપ્ત
મુંબઈ પોલીસ મુજબ, મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)થી બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પ્રસ્તાવિત છે
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરથી બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, એક શકમંદે ખુદને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવ્યો હતો.
જાણકારી મુજબ, તપાસ દરમિયાન તેની પાસેથી પીએમઓ કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળ્યું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી, તો ઓળખપત્ર નકલી નીકળ્યું. જાણકારી મુજબ, બીજા શકમંદની પાસે બંદૂક પણ હતી. મામલામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. આ લોકોના નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે આવવાનો ઉદેશ્ય શું હતો, તેની તપાસ થઈ રહી છે. થોડીવારમાં બંને શકમંદોને મુંબઈ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મુંબઈ પોલીસ મુજબ, મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)થી બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પ્રસ્તાવિત છે. પોલીસ મુજબ, કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે ખુદને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો. તેની પાસે બંદૂક હતી. મામલામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.
આરોપી રોહન પારેખ ડ્રોન ટેકનો બિઝનેસ કરે છે અને ખાર વિસ્તારમાં વસવાટ કરે છે. મુબઈ પોલીસ મુજબ, એરેસ્ટ કરવામાં આવેલો શખ્સ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યૂમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે આ દરમિયાન મુંબઈ પોલીસે ચેકિંગ કર્યું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી હોવાનું ઉજાગર થયું. બીકેસી પોલીસ સ્ટેશનમાં બંને શકમંદો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ શરૂ કરી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જિયો વર્લ્ડ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નો શુભારંભ કરનારા છે. તે અહીં કાર્યક્રમને પણ સંબોધિત કરશે.