મૉક ડ્રિલના નામે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુક સાથે દિલ્હી પોલીસે કર્યો ખેલ!
ગત 21 દિવસોથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે મૉક ડ્રિલના બહાને ઉઠાવી લીધા. પોલીસે આ આખો ખેલ 30 સેકન્ડની અંદર પુરો કર્યો. વાંગચુકને જંતર-મંતરથી હટાવવા માટે શુક્રવારે રાત્રે જ તૈયારી શરૂ કરી દીધી હતી.
દિલ્હી: ગત 21 દિવસોથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવાની તૈયારી શુક્રવારે રાત્રિથી જ શરૂ થઈ ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ તરફથી આ બાબતે પુરો પ્લાન ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
ત્યાં સુધી કે ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓને પણ આ જણાવાયું કે સંસદભવનમાં મોક ડ્રિલ કરવાની છે. સવારે જ્યારે તેઓ પહોંચ્યા તો તેમને ખબર પડી કે સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવાના છે. તેના માટે ઈશારો મળતા જ માત્ર 30 સેકન્ડનો સમય મળશે. તે પ્રકારે આ આખા ઓપરેશનને દિલ્હી પોલીસે પાર પણ પાડયું.
પોલીસ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી જિલ્લામાં વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે રાત્રે 11 વાગ્યે તમામ થાણાધ્યક્ષોને નિર્દેશ આપ્યો કે તેઓ 10-10 પોલીસકર્મી લઈને સવારે 3 વાગ્યે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચશે. અહીંથી સંસદભવનમાં મોક ડ્રિલ માટે જવાનું છે. અહીં બે કંપની વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવાઈ. સવારે ત્રણ વાગ્યે જ્યારે પોલીસકર્મી સંસદમાર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા, તો ત્યાંથી તેમને મંદર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અહીંથી જિલ્લાના ત્રણ ડીસીપી હાજર હતા.
પોલીસકર્મીઓને જણાવાયું કે કેવા પ્રકારની રણનીતિ બનાવીને સોનમ વાંગચુકને ત્યાંથી હટાવવાના છે. તેના માટે તેમને માત્ર 30 સેકન્ડનો સમય મળશે. તેના પછી તમામને જંતર-મંતર મોકલવામાં આવ્યા. રાત્રે જ અહીંથી બેરિકેડ હટાવી દેવાયા અને કોઈપણને અંદર પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્દેશ અપાયો હતો.
એમ્બ્યુલન્સને પોલીસકર્મીઓએ કેરળ ભવન પાસે રોકી જ્યારે બહારથી આવેલી પોલીસ ટુકડીઓએ જંતર-મંતરની બંને બાજૂ તેનાત કરવામાં આવી. પોલીસને એ જાણકારી હતી કે સવારે 7 વાગ્યાની આસપાસ અભિજીત દીપકે શૌચાલય જાય છે. તે સમયે વરિષ્ઠ અધિકારીઓએ ઈશારો કર્યો અને પોલીસકર્મીઓએ મંચને ઘેરી લીધો. સ્ટ્રેચર લઈને કેટલાક પોલીસકર્મીઓ મંચ પર ચઢયા અને સોનમ વાંગચુકને લઈને પાછળની તરફથી ઉતરી ગયા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલ લઈ જવાયા. આ ઓપરેશન બાદ લોકો વધુ સંપર્ક બનાવી શકે નહીં, તેના માટે જામર લગાવાયા હતા.
આ દરમિયાન નવી દિલ્હી જિલ્લાના ડીસીપીએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને મેડિકલ એક્સપર્ટની સલાહને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ છે. તેમની તબિયત સતત કથળી રહી હતી, જેના કારણે તેમને સારવારની જરૂરત હતી. આ ધ્યાનમાં રાખીને સવારે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદથી દેખાવકારો હંગામો કરી રહ્યા છે, જેને પોલીસ શાંત કરાવી રહી છે. પોલીસે તેમને અનુરોધ કર્યો છે કે તેઓ જંતર-મંતરને ખાલી કરી દે.