દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટમાં અલકાયદાનો હાથ, UNSCના રિપોર્ટમાં મોટા ખુલાસાએ ભારતની ચિંતા વધારી
યુએનએસસીના એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમના રિપોર્ટ મુજબ, નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા હુમલા માટે સત્તાવાર રીતે આઈક્યૂઆઈએસને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આઈક્યૂઆઈએસ દ્વારા બાંગ્લાદેશનો ઉપયોગ કરીને ત્યાં પોતાના સેલ બનાવવાની કોશિશને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની એક કમિટીએ નવેમ્બર, 2025માં લાલકિલ્લા પર થયેલા હુમલાની પાછળ અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટનો હાથ હોવાની મોટી વાત કહી છે. તેમાં ઈસ્લામિક સ્ટેટને ISIL (દાઈશ) સંગઠનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 1267 મોનિટરિંગ કમિટીએ 10 ઓગસ્ટે જાહેર કરેલા પોતાના નવા રિપોર્ટમાં આને લઈને ખુલાસો કર્યો છે. આ કમિટીએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે આ જૂથ બાંગ્લાદેશમાં પોતાનો સેલ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આ હુમલાના તાર ચીન સાથે પણ જોડાયેલા હોવાની વાત રિપોર્ટમાં કહેવામાં આવી છે. લાલ કિલ્લા વિસ્ફોટના મામલામાં આ મોટા ખુલાસાએ ભારતની ચિંતા વધારી દીધી છે.
ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, યુએનએસસીના એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમના 38મા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલકાયદા અને આઈએસઆઈએલ એટલે કે દાઈશે ઘણાં વર્ષોથી કેમિકલ અને બાયોલોજિકલ શસ્ત્રો બનાવવામાં સતત રસ દાખવ્યો છે. પરંતુ હજી સુધી તેની સાથે જોડાયેલા તકનીકી પડકારોને પાર પાડવામાં તે નિષ્ફળ રહ્યું છે.
આવા હથિયાર બનાવવાની રીત ઓનલાઈન આતંકી જૂથોમાં મોટા પ્રમાણમાં શેયર કરવામમાં આવી છે. ઉદાહરણ માટે, ફેબ્રુઆરીમાં આઈએસઆઈએલ એટલે કે દાઈશે અંગ્રેજી ભાષાના મેગેઝીન ઈનવેડમાં બોટુલિનમ ટોક્સિન અને સાઈનાઈડ બનાવવાની રીત જણાવી હતી. 30 પૃષ્ઠોના આ અહેવાલમાં આ વાત કહેવામાં આવી હતી.
યુએનએસસીના એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમના રિપોર્ટ મુજબ, નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા હુમલા માટે સત્તાવાર રીતે આઈક્યૂઆઈએસને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આઈક્યૂઆઈએસ દ્વારા બાંગ્લાદેશનો ઉપયોગ કરીને ત્યાં પોતાના સેલ બનાવવાની કોશિશને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
યુએનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ISIL- ખોરાસાને આમા ખાસ રસ દાખવ્યો છે અને ગત 12 માસમાં રિસિન ટોક્સિન બનાવવાનો નિર્દેશ પ્રસારીત કર્યો છે. 2025ના આખરમાં ભારતીય અધિકારીઓ (ગુજરાત)એ ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક ડોક્ટર પણ સામેલ હતો. તેને વિદેશમાં રહેલા ISIL -દાઈશના એક સેલે રિસિન બનાવવાની કામગીરી સોંપી હતી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી - એનઆઈએ મનુજબ, લાલકિલ્લા પર હુમલો કરનારાઓએ ગાડીમાં રાખેલા ખાસ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસ (VBIED)માં ટ્રાઈએસીટોન ટ્રાઈપરોક્સાઈડ (TATP)નો ઉપયોગ કર્યો હતો. તેમાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને ઘણાં અન્ય લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકી ડોક્ટર ઉમર ઉન નબી સહીત 10 આરોપી અંસાર ગઝવત ઉલ હિંદ સાથે જોડાયેલા હતા. જે AQIS નું જદ એક જૂથ છે.
ગુજરાત એટીએસએ 9 નવેમ્બર, 2025ના રોજ હૈદરાબાદના ચીનમાં અભ્યાસ કરનારા એક ડોક્ટર અને તેના બે કથિત સાથીઓ ડૉ. અહમદ મોહિઉદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમને એરેસ્ટ કર્યા. આ ધરપકડથી કેમિકલ હથિયારોનો ઉપયોગ અને એક ગ્લોબલ ટેરર નેટવર્ક સાથે જોડાયેલા હોવાની સાજિશનો પર્દાફાશ થયો.
બાદમાં આ એક કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો. એનઆઈએએ આ ત્રણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને આરોપ લગાવ્યો કે ત્રણેય આઈએસઆઈએસના નાપાક મકસદને પુરો કરવા માટે રિસિનનો ઉપયોગ કરવાની સાજિશ રચી રહ્યા હતા. રિસિન એરંડાના બીજમાંથી બનેલો બેહદ ઝેરી પદાર્થ છે અને તેને કેમિકલ વેપન્સ કન્વેન્શનની શિડ્યુલ-1 કેટેગરીમાં રાખવામામાં આવ્યું છે. 10 ઓગસ્ટે, ગુજરાતની એક સ્પેશલ એનઆઈએ કોર્ટે 2025ની આતંકી સાજિશના મુખ્ય આરોપી ડૉ. મોહિઉદ્દીનની જામીન અરજી નામંજૂર કરી હતી.