અમિત શાહના ફોન પછી CM ભૂપેન્દ્ર પટેલે 2 મંત્રીઓને બાવળા દોડાવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે. તેની સાથે બાવળા-સાણંદના વિસ્તારોમાં પાણીના નિકાલ કરીને લોકોને તાત્કાલિક મદદ પુરી પાડવા પણ જણાવ્યું છે.
અમદાવાદમાં ગત અઠવાડિયે ગુરુવારે પડેલા ભારે વરસાદ બાદ આજે પણ ઓરેન્જ એલર્ટ છે. ચાર દિવસથી અમદાવાદના ઘુમા-બોપલ સહીતના ઘણાં વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદમાં પણ ભારે વરસાદે ભયાનક સ્થિતિ સર્જી છે.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ધીંગડા ગામમાં ભારે વરસાદ બાદ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે. જેને કાણે ધીંગડા ગામમાં એનડીઆરએફ અને પોલીસ દ્વારા બચાવ કામગીરી પુર જોરમાં ચાલી રહી છે.
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે. તેની સાથે બાવળા-સાણંદના વિસ્તારોમાં પાણીના નિકાલ કરીને લોકોને તાત્કાલિક મદદ પુરી પાડવા પણ જણાવ્યું છે.
અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીતના તુરંત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આના માટે બે મંત્રીઓ અને બે વરિષ્ઠ અધિકારીઓને ખાસ જવાબદારીઓ સોંપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મહેસુલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાને બાવળા રવાના કર્યા છે. આ સાથે આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક પાણી નિકાલ માટે સાણંદ અને બાવળામાં આઈએએસ અધિકારીઓ થૈનારશન અને અમદાવાદના કમિશનર બંછાનીધિ પણ મોરચો સંભાળશે.