કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 200 રૂ.નો ઘટાડો, શું ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે?
જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોગ્રામવાળા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત છે.
ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ ક્યાંક ખુશી-ક્યાંક ગમ લઈને આવી છે. એક તરફ અદાણી ગેસે ગુજરાતમાં 4 રૂપિયા વધાર્યા છે. તો બીજી તરફ કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ, 2026 એટલે કે આજથી 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં દિલ્હીમાં 202 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો કોલકત્તામાં 209 રૂપિયા, પટનામાં 209 રૂપિયા, લખનૌમાં 192 રૂપિયા પ્રતિ કમર્શિયલ સિલિન્ડર ભાવ ઘટાડો થયો છે.
શું ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટશે?
જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોગ્રામવાળા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત છે. દિલ્હીમાં ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડર 942 રૂ. , કોલકત્તામાં 968 રૂ., મુબઈમાં 941.40 રુ. ચેન્નઈમાં 957.40 રુ. , બેંગલુરુમાં 944.5 રુ. , દેહરાદૂનમાં 961.0 રુ, પટનામાં 1031.5 રુ, અને ગાઝિયાબાદમાં 939.50 રુના ભાવે ગ્રાહકોને મળે છે.
હવે કમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડા બાદ ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની ગ્રાહકોને આશા બંધાઈ છે.
કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ અથા આવા કારોબાર સાથે જોડયેલા અન્ય ઉપભોક્તાઓને રાહત મળશે.