સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની આત્મહત્યા, માતાએ ટોકતા ગળે ફાંસો ખાધો
મૃતકના એક સંબંધીએ ઘટનાની વિગતો આપતા કહ્યુ કે હું બધાં માતાપિતાને મેસેજ આપવા માંગુ છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ
સુરતના ભેસાણમાં રહેતા અને મોરાભાગળ ખાતેની સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ - 8માં ભણતા 13 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરમાં ભાઈ-બહેનની વચ્ચે સામાન્ય મસ્તી અને ઝઘડો થતાં માતાએ બંનેને ઠપકો આપ્યો હતો.
તેના પછી માતા પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડનું કામ પુરું કરીને 15થી 20 મિનિટમાં ઘરે પરત ફરી તો પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.
મૃતકના એક સંબંધીએ ઘટનાની વિગતો આપતા કહ્યુ કે હું બધાં માતાપિતાને મેસેજ આપવા માંગુ છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ.
મહત્ત્વપૂર્ણ છે કે આપઘાત રોકવા માટે સુરત પોલીસે ટોલ-ફ્રી 100 નંબર અને તેના સિવાય બે નંબર - 8128369100 અને 8128308100 એમ બે નંબર જાહેર કર્યા છે.
આ નંબર પર 24 કલાક એક કાઉન્સિલર અને બે પોલીસકર્મીઓ હાજર રહેશે, જે વ્યક્તિ સાથે વાત કરીને તેનું કાઉન્સિલિંગ કરશે. જો સ્થિતિ ગંભીર હશે તો તાત્કાલિક નજીકની પીસીઆર વાનને માહિતી મોકલશે અને પોલીસ વ્યક્તિ સુધી પહોંચી જશે.