.. તો ઈરાન યુરોપ પર મિસાઈલોનો વરસાદ વરસાવશે!
યુરોપ માટે ઈરાનની મિસાઈલ ક્ષમતાથી પેદા થનારો ખતરો વાસ્તવિક છે. જો કે તેની ક્ષમતા હાલ મર્યાદીત છે
અમેરિકા અને ઈરાન યુદ્ધ તણાવના ઉતાર-ચઢાવ વચ્ચે હાલ થોડુંક થંભ્યું છે. પણ એક મોટો અને સનસનાટીપૂર્ણ દાવો તેને આગામી સમયમાં વકરાવશે તેવું લાગી રહ્યું છે. ઈરાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી યુદ્ધને વિસ્તારવાની સ્થિતિમાં યૂરોપમાં રહેલા અમેરિકાના મિલિટ્રી બેઝ પર હુમલા કરવાનું વિચારી રહ્યું છે. ફાયનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, તહેરાનના શાસનના નિકટવર્તી બે લોકોએ આ જાણકારી આપી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાની સૈન્ય દળોએ દક્ષિણ-પૂર્વ યૂરોપમાં રહેલા અમેરિકાની સૈન્ય સુવિધાઓ પર સંભવિત હુમલાનું આકલન કર્યું છે. તેમાં બલ્ગેરિયા ખાતે સૈન્ય સુવિધાઓ પણ સામેલ છે. જણાવવામાં આવે છે કે ગત મહીને બલ્ગેરિયાએ અમેરિકાને પોતાના બેઝમર એરબેઝનો ઉપયોગ અમેરિકાના ઈંધણ ભરનારા વિમાનો માટે કરવાની મંજૂરી આપી હતી.
ઈરાનની સંભવિત કાર્યવાહી માત્ર બલ્ગેરિયા સુધી મર્યાદીત ગણાવી શકાય નહીં. રિપોર્ટ મુજબ, સાઈપ્રસને પણ સંભવિત ટાર્ગેટ તરીકે જોવાઈ રહ્યુ ંછે. ઈરાની પક્ષ સાથે જોડાયેલા એક વ્યક્તિને ટાંકીને દાવો કરાયો છે કે સાઈપ્રસમાં રહેલા બ્રિટિશ સૈન્ય ઠેકાણા પણ સંભવિત નિશાનાઓ સામેલ થઈ શકે છે. માર્ચમાં સાઈપ્રસમાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણા પર ડ્રોન હુમલા પણ કર્યા હતા.
ઈરાન સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી યુરોપિયન દેશો માટે સંદેશ પણ હોઈ શકે છે કે જો તે અમેરિકાના સૈન્ય અભિયાનો માટે પોતાની જમીન ઉપલબ્ધ કરાવે છે, તો યુદ્ધની અસર તેમના ક્ષેત્ર સુધી પણ પહોંચી શકે છે.
એક ઈાની સૂત્રને ટાંકીને રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુરોપે એ સમજવું જોઈએ કે તે પણ મિસાઈલ હુમલાની રેન્જમાં આવી શકે છે. સૂત્રોની ચેતવણી છે કે જો અમેરિકા ઈરાનના મૂળભૂત માળખા પર મોટો હુમલો કરે છે, તો યુદ્ધ માત્ર મધ્યપૂર્વ સુધી મર્યાદીત રહેશે નહીં. પરંતુ તે યુરોપ સુધી ફેલાઈ શકે છે.
રિપોર્ટ મુજબ, ઈરાની સૈન્ય દળોએ હોર્મુઝની ખાડીમાં સમુદ્રની અંદર બિછાવેલા ફાઈબર ઓપ્ટિક કેબલો પર હુમલાની સંભાવનાનું પણ આકલન કર્યું છે. આ કેબલોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સંચાર અને ઈન્ટરનેટ ડેટાના આદાન-પ્રદાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો આવી કોઈ કાર્યવાહીને અંજામ આપવામાં આવે છે, તો તેની અસર માત્ર સૈન્ય ક્ષેત્ર સુધી મર્યાદીત રહી શકે નહીં, પરંતુ વૈશ્વિક સંચાર વ્યવસ્થા પર પણ પડી શકે છે.
ઈરાન લાંબા સમયથી એ દેશોને ચેતવણી આપી રહ્યું છે જે પોતાની જમીનથી અમેરિકાની સેનાઓના સૈન્ય અભિયાનને સંચાલિત કરવાની મંજૂરી આપે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે આઈઆરજીસીએ ગત મહીને બ્રિટનને પણ ચેતવણી આપી હતી. આઈઆરજીસીએ કહ્યું હતું કે જો કોઈ બ્રિટિશ સૈન્ય ઠેકાણાનનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરવામાં આવે છે, તો તે ઠેકાણું ઈરાન માટે કાયદેસરનું સૈન્ય ટાર્ગેટ માનવામાં આવશે.
ઈરાન સાથે જોડાયેલા એક અન્ય વ્યક્તિએ કહ્યુ છે કે જો અમેરિકાએ મોટો હુમલો કર્યો તો તહેરાનની પ્રતિક્રિયાની કોઈ સીીમા નહીં હોય. તેના પ્રમાણે, જો અમેરિકા ઘું આગ ધે છે, તો ઈરાન કોઈપણ ભોગે પોતાની સુરક્ષા કરશે અને જરૂરત પડવા પર ક્ષેત્રની બહાર જઈને યુરોપમાં પણ અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. ઈરાન પહેલા પણ દૂરસ્થ ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી ચુક્યું છે.
ઈરાનની સૈન્ય ક્ષમતાને લઈને આ ચિંતા એટલા માટે પણ વધી છે, કારણ કે તે પહેલા પણ પોતાના ક્ષેત્રમાંથી હજારો કિલોમીટર દૂર આવેલા લક્ષ્યો પર મિસાઈલ પહોંચાડવાની કોશિશ કરી ચુક્યું છે. રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈઝરાયલ તરફથી ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કરાયા બાદ અમેરિકાએ ઈરાન પર ડિએગો ગાર્સિયા સ્થિત સંયુક્ત અમેરિકન-બ્રિટિશ સૈન્ય ઠેકાણાઓની દિશામાં ઘણી મિસાઈલો છોડવાનો આરોપ લગાવ્યો હતો.
ડિએગો ગાર્સિયો ઈરાનથી લગભગ 4000 કિલોમીટર દૂર હિંદ મહાસાગરમાં છે. જો કે ઈરાનથી છોડવામાં આવેલી કોઈપણ મિસાઈલ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકી નથી. બાદમાં તુર્કિયેએ પણ કહ્યુ હતુ કે તેની નાટો એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી છોડવામમાં આવેલી ઘણી બેલેસ્ટિક મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરી હતી.
રોયલ યૂનાઈટેડ સર્વિસિસ ઈન્સ્ટીટ્યૂટના એક્સપર્ટ સિદ્ધાર્થ કૌશલ પ્રમાણે, યુરોપ માટે ઈરાનની મિસાઈલ ક્ષમતાથી પેદા થનારો ખતરો વાસ્તવિક છે. જો કે તેની ક્ષમતા હાલ મર્યાદીત છે. એટલે કે તેનો અર્થ એ છે કે ઈરાનની પાસે યુરોપ સુધી ખતરો પહોંચાડવાની કેટલીક ક્ષમતા જરૂર છે. પરંતુ મોટા પ્રમાણમાં યુરોપિયન લક્ષ્યો પર હુમલા કરવાની તેની ક્ષમતાને લઈને હાલ પણ સીમાઓ છે. ઈરાનની તાજેતરની ધમકીઓ એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકા અને ઈરાનની વચ્ચે જૂનમાં થયેલી સમજૂતી ગત મહીને તૂટી ગઈ હતી. તેના પછી બંને દેશો તણાવ વધી ગયો છે.