બિહારમાં UCC કોઈપણ ભોગે લાગુ નહીં થાય, અમિત શાહને NDAના ઘટકદળ જેડીયુનો પડકાર!
જેડીયુના દિગ્ગજ ધારાસભ્ય શ્યામ રજકે કહ્યુ છે કે સંસદમાં તેમની પાર્ટીએ યૂસીસીનું સમર્થન કર્યું હતું. પરંતુ એ પણ કહ્યુ હતુ કે તેને બિહારમાં લાગુ થવા દેવાશે નહીં.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એલાન કર્યું હતું કે ભાજપ શાસિત કે એનડીએ શાસિત રાજ્યોમાં યૂસીસી લાગુ થશે. પરંતુ યૂસીસીને લઈને બિહારમાં હવે પેંચ ફસાતો દેખાય રહ્યો છે.
બિહારમાં સરકારમાં સહયોગી જેડીયુ તરફથી કહેવામાં આવ્યું છે કે બિહારમાં યૂસીસી લાગુ કરવાનો સવાલ જ ઉભો થતો નથી. જેડીયુના દિગ્ગજ ધારાસભ્ય શ્યામ રજકે કહ્યુ છે કે સંસદમાં તેમની પાર્ટીએ યૂસીસીનું સમર્થન કર્યું હતું. પરંતુ એ પણ કહ્યુ હતુ કે તેને બિહારમાં લાગુ થવા દેવાશે નહીં.

જેડીયુના નેતા શ્યામ રજકે કહ્યુ કે જ્યારે સંસદમાં આ પાસ થઈ રહ્યું હતું, ત્યારે અમે તે સમયે કહ્યુ હતુ અને અમારા નેતાએ કહ્યુ હતુ કે આને અમે પોતાના રાજ્યમાં લાગુ થવા દઈશું નહીં. અમે આ બિલનું સમર્થન કર્યું હતું. પરંતુ ટેકાની સાથે સાથે કહ્યુ હતુ કે બિહારમાં લાગી નહીં થાય અને આજ સુધી અમે તેના પર કાયમ છીએ.
શ્યામ રજકે એમ પણ કહ્યુ હતુ કે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી છે, પરંતુ એનડીએ જે ગઠબંધન છે તેમાં જેડીયુ, લોકજનતાંત્રિક પાર્ટી - આર અને આરએલએમ તમામ લોકો મિશ્રિત છે. અહીં સ્વતંત્ર સરકાર નથી. શ્યામ રજકે કહ્યુ કે કોઈપણ સંજોગોમાં આને લાગુ કરવાનો સવાલ જ ઉઠતો નથી.
મહત્ત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં એલાન કર્યું હતું કે દેશના 21 રાજ્યોમાં ભાજપ અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારો 2029થી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. અમિત શાહે મીડિયાને સંબોધિત કરતા ગત 12 વર્ષો દરમિયાન કેન્દ્રની સિદ્ધિઓ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપની 25 વર્ષની યાત્રાનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન અમિત શાહે ટ્રિપલ તલાક, ભારતીય ન્યાય સંહિતા સહીત મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ઘણાં મોટા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે એક દેશ, એક કાયદો. તેમાં લગ્ન અને છૂટાછેડાં, વારસાઈ અને મિલ્કત વહેંચણી, દત્તક લેવું, ભરણ-પોષણ, વસીયત, પારિવારીક અધિકાર સાથે જોડાયેલા તમામ માટે એક જેવો કાયદો હોય છે. હાલ ભારતમાં આપરાધિક મામલાઓમાં તો એક જ કાયદો છે, પરંતુ સિવિલ મામલાઓમાં ધર્મોના પોતાના પર્સનલ લૉ લાગુ છે.