વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાયું, 150 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ
ભારે વરસાદ તથા ઢાઢર નદી/દેવ ડેમનું પાણી આવવાથી પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને દેવ ડેમમાંથી પાણી છોડાયું હતું. તેના કારણે વાઘોડિયા પાસે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોટેલમાં પાણી ભરાયા હતા.
આ લક્ષ્મી હોસ્ટેલમાં 150 જેટલા વિદ્યાર્થીઓ હતા. પાણી ભરાવાને કારણે લક્ષ્મી હોસ્ટેલના 150 લોકોનું રેસ્ક્યુ કરવું પડયું હતું.
આ રેસ્ક્યુની કામગીરી વાઘોડિયાના મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી કરવામાં આવ્યું હતું.
રેસ્કુય ઓપરેશન દ્વારા 100 વિદ્યાર્થિનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 જેટલા શ્રમિકોને સુરક્ષિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.