બોલો, લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપ ચોમાસામાં છોડને પાણી પાય છે! Video વાઈરલ
પીએમ મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માંગતા માંગતા તેજૂ ભૈયા એટલે કે લાલુના લાલ તેજપ્રતાપ યાદવ ખુદ ફસાઈ ગયા. વરસાદમાં છોડવાને પાણી પાવાને લઈને યૂઝર્સ તેજપ્રતાપનો સોશયલ મીડિયામાં ક્લાસ લઈ રહ્યા છે. એક યૂઝર કહે છે કે વરસાદમાં છોડવાને પાણી કોણ પાય છે. બીજા યૂઝરે લખ્યુ કે તેજૂ ભૈયા ફ્લડ આ જાયેગા, નલકા બંધ કર દીજીએ. ત્રીજા યૂઝરે લખ્યુ છે કે વરસાદમાં વૃક્ષોને પાણી નાખી રહ્યાછે, જાઓ મેન્ટલ હોસ્પિટલમાં...
બિહારના ભૂતપૂર્વ મંત્રી અને આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેજપ્રતાપ યાદવ ઈન્ટરવ્યૂ આપતી વખતે વરસાદમાં છોડવાંને પાણી પાઈ રહ્યા છે.
આ વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેજપ્રતાપનો ખૂબ ક્લાસ લીધો છે.
આ ઈન્ટરવ્યૂમાં તેજપ્રતાપ છાત્રોના પ્રદર્શનને લઈને કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું પણ લઈ લેવું જોઈએ. તે પ્રધાનના આકા છે. તે ચોકલેટમાં મેલોડી જ ખાઈ શકે છે, વિદેશ પ્રવાસ જ કરી શકે છે અને 12 વાગ્યે વીડિયો જ બનાવી શકે છે.
તેજપ્રતાપ કહે છે કે છાત્રોની કારકિર્દી બરબાદ કરવાનું ષડયંત્ર કરાઈ રહ્યું છે. પેપર લીક થઈ રહ્યા છે, ધાંધલી થઈ રહી છે... પીએમ મોદીના બહેકાવામાં હવે દેશની જનતા પડવાની નથી.
પીએમ મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માંગતા માંગતા તેજૂ ભૈયા એટલે કે લાલુના લાલ તેજપ્રતાપ યાદવ ખુદ ફસાઈ ગયા. વરસાદમાં છોડવાને પાણી પાવાને લઈને યૂઝર્સ તેજપ્રતાપનો સોશયલ મીડિયામાં ક્લાસ લઈ રહ્યા છે. એક યૂઝર કહે છે કે વરસાદમાં છોડવાને પાણી કોણ પાય છે. બીજા યૂઝરે લખ્યુ કે તેજૂ ભૈયા ફ્લડ આ જાયેગા, નલકા બંધ કર દીજીએ. ત્રીજા યૂઝરે લખ્યુ છે કે વરસાદમાં વૃક્ષોને પાણી નાખી રહ્યાછે, જાઓ મેન્ટલ હોસ્પિટલમાં...
ચોથા યૂઝરે કહ્યુ કે એ તો ઠીક છે. પરંતુ વરસાદમાં છોડવાને પાણી પાવાની જરૂર કેમ પડી રહી છે. પહેલા તમે એ જણાવો, પછી માંગો રાજીનામું
ચોથા યૂઝરે લખ્યુ છે કે વરસાદમાં આ પાણી આપી રહ્યા છે, કોઈ કોમનસેન્સની વાત શું છે... આ મોદીજીને જણાવી રહ્યા છે બોલો.
તેજપ્રપાતનો એક અન્ય વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પ્રશાંત કિશોરને સમર્થન આપતા જ વરસાદ થવા લાગ્યો. તેઓ કહે છે કે જેવું મેં પ્રશાંત કિશોરને સમર્થન આપ્યું, તેવો જ વરસાદ શરૂ થઈ ગયો. તેનાથી સાબિત થાય છે કે ભગવાન પણ ચાહે છે કે યોગ્ય લોકો બાકીપુર વિધાનસભામાં ચૂંટાઈને આવે અને યોગ્ય લોકોની ચૂંટણી થાય. આરજેડીના ઉમેદવાર રેખા ગુપ્તા પણ મેદાનમાં છે. હું તો કહીશ તેમણે પણ પ્રશાંત કિશોરને સમર્થન આપવું જોઈએ.
મહત્ત્વપૂર્ણ છે કે બાંકીપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી છે. ભાજપ, આરજેડી અને જનસુરાજ પાર્ટી ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવની પાર્ટી જનસક્તિ જનતા દળે પ્રશાંત કિશોરને પોતાનું સમર્થન આપ્યું છે. ભાજપે આ બેઠક પરથી નીરજકુમાર સિંહા અને આરજેડીએ રેખા ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. જેજેડીએ વીણા માનવીને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તેમનું નામાંકન રદ્દ થઈ ગયું છે.