US Fed Rate Decision:અમેરિકામાં વ્યાજદરો વધ્યા નહીં, પણ 10 વર્ષમાં પહેલીવાર મોટી તિરાડ પડી
ત્રણ સદસ્યો તરફથી વ્યાજદરોમાં વધારો કરવા તરફના ઝુકાવથી ઉજાગર થયું છે કે ભવિષ્યમાં કર્જ મોંઘુ થઈ શકે છે. જો આગામી સમયમાં વ્યાજદરો વધારવામાં આવશે, તો ગ્લોબલ માર્કેટમાં ફંડ ફ્લો પ્રભાવિત થવાની સંભાવના છે. આનાથી ભારત જેવા વિકાસશીલ દેશોની કરન્સી અને શેરબજારમાં દબાણ જોવા મળશે. આ સિવાય ગ્રાહકો માટે ગાડીઓ, મકાનો અને કમર્શિયલ કર્જની પડતર વધશે.
અમેરિકાની કેન્દ્રીય બેંક ફેરલ રિઝર્વે બુધવારે 29 જુલાઈએ પોતાની મોનિટરી પોલિસીનું એલાન કર્યું. આ દરમિયાન ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો. તેની સાથે જ અમેરિકામાં બેંચમાર્ક ફેડરલ ફંડ્સ રેટ 3.5 ટકાથી 3.75 ટકાની મર્યાદામાં રહેશે.
સતત પાંચમી નીતિગત બેઠકમાં વ્યાજદરોને સ્થિર રાખવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નીતિગત દરોને યથાવત રાખવાનો આ નિર્ણય થયો તેમાં 12 સદસ્યોની સમિતિમાંથી ત્રણ અધિકારીઓએ તેની વિરુદ્ધ વોટિંગ ક્રયું હતુ. તેવામાં સપ્ટેમ્બર, 2016 પછી 10 વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે જ્યારે ત્રણ સદસ્યોએ એકસાથે મળીને વ્યાજદરોને લઈને સત્તાવાર રીતે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
વ્યાજદરોને સ્થિર રાખવાની સર્વસંમતિવાળા ટ્રેન્ડને તોડતા ક્વીલેન્ડ, ડલાસ અને મિનિયાપિસના પ્રાદેશિક ફેડરલ રિઝર્વ બેંકોના અધ્યક્ષોએ ખુલીને પોતાની અસંમતિ દર્શાવી. આ ત્રણ અધિકારીઓનું માનવું હતું કે હાલની આર્થિક સ્થિતિઓને જોતા વ્યાજદરોને 25 બેસિસ પોઈન્ટ એટલે કે 25 ટકા વધારવા જોઈતા હતા. આ દરો ડિસેમ્બર, 2025થી જ આ સ્તર પર બનેલા છે. ડિસેમ્બરમાં ફેડએ 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
પોલિસી સાથે જોડાયેલા નિવેદનમાં ગત માસના મુકાબલે શબ્દોમાં વધારે ફેરફાર કરાયો નથી. ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે કડક વલણનો સંકેત આપ્યો. નોર્થલાઈટ એસેટ મેનેજમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ક્રિસ જાકારેલીએ કહ્યુ છે કે ચેરમેન વોર્શે પોતાના નિવેદનને બેહ નાનું રાખ્યું અને તેમાં કોઈ પરિવર્તન ન કરી પોતાની અલગ છાપ છોડી છે. આખા નિવેદનમાં માત્ર એક જ પરિવર્તન દેખાયું- જ્યાં ગત વખતે વિરોધમાં ઝીરો વોટ હતો, ત્યારે આ વખતે 3 સદસ્યોએ વ્યાજદર વધારવાની તરફદારી કરતા મતદાન કર્યાનો ઉલ્લેખ કરાયો.
મહત્ત્વપૂર્ણ છે કે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકામાં વ્યાજદરોને લઈને આ પ્રકારની ખેંચતાણની અસર માત્ર યુએસ સુધી જ મર્યાદીત નથી. વ્યાજદરો ભલે સ્થિર રાખવામાં આવ્યા હોય, પણ ત્રણ સદસ્યો તરફથી વ્યાજદરોમાં વધારો કરવા તરફના ઝુકાવથી ઉજાગર થયું છે કે ભવિષ્યમાં કર્જ મોંઘુ થઈ શકે છે. જો આગામી સમયમાં વ્યાજદરો વધારવામાં આવશે, તો ગ્લોબલ માર્કેટમાં ફંડ ફ્લો પ્રભાવિત થવાની સંભાવના છે. આનાથી ભારત જેવા વિકાસશીલ દેશોની કરન્સી અને શેરબજારમાં દબાણ જોવા મળશે. આ સિવાય ગ્રાહકો માટે ગાડીઓ, મકાનો અને કમર્શિયલ કર્જની પડતર વધશે.