"જનતા ભાજપથી થાકી ગઈ છે":પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું- આ તો શરૂઆત છે
ભાજપને થોડી રાહત ગુજરાતમાં મળી, જ્યાં વડોદરાની માંજલપુર બેઠક તેણે જાળવી રાખી. પરંતુ 2022ના ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈના મુકાબલે અંતર ઘણું ઓછું રહ્યું છે
કૉંગ્રેસના મહાસચિવ અને લોકસભાની વાયનાડ બેઠક પરથી સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું છેકે બિહારના બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપની હાર માત્ર શરૂઆત છે અને લોકો હવે સત્તાધારી પાર્ટીથી તંગ થઈ ચુક્યાછે. પત્રકારો સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે લોકો હવે ભાજપથી થાકી ગયા છે. તે સમજી રહ્યા છે કે દેશમાં શું થઈ રહ્યું છે, અને મને લાગે છે કે આ શરૂઆત છે.
2027માં થનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર બાંકીપુર પેટાચૂંટણીના પરિણામોની અસર સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે જોઈએ છીએ કે શું થાય છે. આ દરમિયાન ભાજપના નેતા નીતિન નબીને કહ્યું કે પાર્ટી બાંકીપુર અને દતિયાના પરિણામો પર આત્મમંથન અને સમીક્ષા કરશે.
તેમણે સોમવારે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે અમે આજચે થયેલી ત્રણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામોને સ્વીકારીએ છીએ. અમે ગુજરાતની માંજલપુર બેઠકની જનતાનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે ભાજપમાં પોતાના ભરોસો વ્યક્ત કર્યો. અમે આ જીત માટે ભાજપના તમામ સમર્પિત કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને અભિનંદન આપીએ છીએ।
મહત્ત્વપૂર્ણ છે કે જનસુરાજ પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 19.324 વોટોના અંતરથી હરાવ્યા. પરીક્ષાના પેપર લીક થવા અને વધતી બેરોજગારીને લઈને યુવાઓના જોરદાર વિરોધ પ્રદર્શનો બાદ ભાજપની આ હાર હિંદી બેલ્ટમાં બદલાતી રાજકીય હવાના સંકેત આપે છે અને ભાજપના પરંપરાગત ગઢોમાં થયેલી તેની નબળી સ્થિતિ ઉજાગર કરે છે.
તો મધ્યપ્રદેશની દતિયામાં કોંગ્રેસે ભાજપને 6 હજારથી વધુ વોટથી હરાવીને પોતાની મહત્ત્વની બેઠક બચાવી રાખી. ભાજપને થોડી રાહત ગુજરાતમાં મળી, જ્યાં વડોદરાની માંજલપુર બેઠક તેણે જાળવી રાખી. પરંતુ 2022ના ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈના મુકાબલે અંતર ઘણું ઓછું રહ્યું છે.
સતીષ પટેલે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 30,630 વોટથી હરાવીને સીટ જાળવી રાખી છે. 2022માં માંજલપુર બેઠક પરથી ભાજપના યોગેશ પટેલને 1,00,754 વોટોની મોટી સરસાઈથી જીત મળી હતી.