અયોધ્યામાં હનુમાનગઢીનું નિર્માણ મુસ્લિમે કરાવ્યાનો દાવો, BJPના પૂર્વ MPએ CM યોગીની કઈ વાત ગણાવી ખોટી?
થોડા દિવસો પહેલા અયોધ્યા આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીની સરકારને નિશાને લેતા જણાવ્યુ હતુ કે આજે રામમંદિરમાં આસ્થા દર્શાવનારાઓએ હનુમાનગઢીમાં નમાજ પઢાવી હતી.
અયોધ્યા: ભાજપના પૂર્વ સાંસદ બાહુબલી નેતા બૃજભૂષણ શરણ સિંહે અયોધ્યાના રામમંદિરની નજીક આવેલી હનુમાનગઢીમાં નમાજ પઢવાના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. બૃજભૂષણ શરણ સિંહે એમ પણ કહ્યુ છે કે હનુમાનગઢીનું નિર્માણ એક મુસ્લિમે જ કરાવ્યું હતું. આજે પણ ત્યાં પથ્થર લાગેલા છે. થોડા દિવસો પહેલા અયોધ્યા આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીની સરકારને નિશાને લેતા જણાવ્યુ હતુ કે આજે રામમંદિરમાં આસ્થા દર્શાવનારાઓએ હનુમાનગઢીમાં નમાજ પઢાવી હતી.
બૃજભૂષણ શણ સિંહ પહેલા શુક્રવારે જ અયોધ્યા પહોંચેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ હનુમાનગઢીમાં નમાજ પઢાવાયાની વાતને ખોટી ગણાવી હતી.
ગોંડામાં આયોજિત સમારંભ દરમિયાન શુક્રવારે મીડિયા સાથે વાત કરતા બૃજભૂષણ શરણ સિંહે કહ્યુ કે હનુમાનગઢીમાં ક્યારેય નમાજ પઢવામાં આવી ન હતી. નમાજ પઢવામાં આવ્યાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેમણે એમ પણ કહ્યુ કે જે લોકો નમાજ પઢવાની વાતો કરે છે, તેમને ખબર હોવી જોઈએ કે હનુમાનગઢીનું નિર્માણ એક મુસ્લિમે જ કરાવ્યું હતુંચ. આજે પણ તેમના નામનો પથ્થર લાગેલો છે.
ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહની ગણતરી રામમંદિર આંદોલનમાં ઉત્સાહથી ભાગ લેનારાઓમાં થાય છે. અયોધ્યાના પાડોશી જિલ્લા ગોંડાના વતની બૃજભૂષણ શરણ સિંહનું બાળપણ અયોધ્યાની ગલીઓમાં જ વીત્યું છે. 1992માં બાબરી વિધ્વંસ મામલે તેઓ આરોપી પણ હતા. સીબીઆઈએ તેમને પણ એરેસ્ટ કર્યા હતા. તેમની ઓળખ એક બાહુબલી નેતા તરીકે થાય છે. તેમના દબદબાની અસર છે કે મહિલા પહેલવાનોના મામલામાં નામ વિવાદોમાં આવ્યા બાદ જ્યારે ભાજપે તેમને ટિકિટ આપી નહીં, તો તેમના બદલામાં તેમના પુત્રને ટિકિટ આપવી પડી. આ સમય બૃજભૂષણ શરણ સિંહના એક પુત્ર ભાજપના સાંસદ અને બીજા પુત્ર ભાજપના ધારાસભ્ય છે.
તો અયોધ્યા પહોંચેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ હનુમાનગઢીમાં નમાજ પઢવાની વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. તેમણે કહ્યુ છે કે રામમંદિરમાં થયેલી ચોરીથી ધ્યાન ભટકાવવા માટે આ બધું કરાઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ ચોરીને લઈને પહેલા કહ્યુ કે દૂધનું દૂધ પાણીનું પાણી થશે. ફરીથી અહીં આવ્યા તો લાગ્યું કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકશે નહીં તો લોકોનું ધ્યાન ભટકાવવા માટે 27 વર્ષ પહેલા હનુમાનગઢીમાં નમાજ પઢવાની વાત કહી. શંકરાચાર્યે કહ્યુ કે આપણી પવિત્ર સીડીઓ પર નમાજ પઢવાની વાત કહીને આપણા મંદિરને અપવિત્ર કરવાનું કામ કર્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે અમે આવતીકાલે હનુમાનગઢી જઈ રહ્યા છીએ. ત્યાં જઈને કહીશું કે આ મંદિર માટે આવી ખોટી વાત કરનારા વ્યક્તિનો પ્રવેશ પ્રતિબંધિત થવો જોઈએ। જો તેમનો પ્રવેશ પ્રતિબંધિત નહીં થાય તો અમે આવતીકાલ બાદથી હનુમાનગઢી નહીં આવીએ.
યુપીના સીએમ યોગીનો દાવો
સીએમ યોગીએ અયોધ્યાના બીકાપુરમાં જાહેરસભાને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી પર હનુમાનગઢીમાં નમાજ પઢવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જે લોકો આજે આસ્થાની વાત કરી રહ્યા છે, તે લોકોએ આપણા પવિત્ર હનુમાગઢીમાં નમાજ પઢાવવાનું કામ કર્યું હતું. ત્યારે પુછવામાં આવ્યું હતું કે શું કોઈ ક્યારે જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવી શકે છે. જો ન કરાવી શકે તો આપણા પવિત્ર હનુમાનગઢીની સીડીઓ પર નમાજ પઢવાનું પાપ કેમ કરવામાં આવ્યું હતું.