દહેગામમાં ચાલતી ટ્રક નીચે પડતું મૂકીને યુવકે કર્યો આપઘાત
ટ્રકચાલક ગભરાઈને વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો અને વાહનચાલકો એકઠા થઈ ગયા હતા.
ગાંધીનગરના દહેગામમાં એક યુવકે ચાલતી ટ્રક નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. દહેગામ-અમદાવાદ રોડ પર આવેલી આશીર્વાદ હોસ્પિટલની બિલ્કુલ સામે જણાવ્યા યુવકે ટ્રકના પાછળના પૈંડામાં પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે.
આ યુવક આપઘાત પહેલા રોડ પર સામાન્ય રીતે ચાલીને જઈ રહ્યો હતો. તે વખતે અમદવાદ તરફથી એક ટ્રક આવ્યા બાદ બીજી મોટી ટ્રક નજીક પહોંચતા જ અચાનક દોડયો અને તેના પાછળના પૈંડામાં પડતું મૂક્યું. યુવકનું માથું છુંદાઈ ગયું અને તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું.
ટ્રકચાલક ગભરાઈને વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો અને વાહનચાલકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. તેની સાથે મૃતકની ઓળખની પ્રક્રિયા પણ હાથ ધરી છે.