હિમાચલમાં લેન્ડ સ્લાઈડને કારણે પહાડ તૂટયો, શિલા સુમો પર પડતાં 13ના મોત
પ્રારંભિક જાણકારી મુજબ, તમામ મૃતક ચંબા જિલ્લાના પાંગી વિસ્તારના વતની હતા. તેમણે કહ્યુ કે જિલ્લા લાહૌલની પોલીસ ચોકી તિંદી અને ઉદયપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે છે અને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં 30 જૂનથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત નીપજ્યા છે.
હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં શુક્રવારે ભયાનક સડક દુર્ઘટના બની છે. આ દુર્ઘટના ઉદયપુર ક્ષેત્રમાં એક ટાટા સુમો કાર બીઆરઓના મુખ્ય સડક પર કઢૂનાલા-રાહૌલીની નજીક પહાડીથી અચનાક પડેલી મોટી શિલાની ઝપેટમાં આવી હતી. જેના કારણે વાહનમાં સવાર 13 લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો ઘાયલ થયા છે. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવે છેકે પહાડી ધસવાને કારણે શિલાનો એક મોટો હિસ્સો તૂટીને નીચે પડયો હતો.
આ શિલાની ઝપેટમાં ટાટા સુમો આવી હતી. જેમાં ચાલક સહીત 15 લોકો સવાર હતા. વાહનને બીર સિંહ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કઢૂનાલા ક્ષેત્રમાં રાહૌલીની નજીક પહોંચતા પહાડી પરથી એક મોટી શિલા સીધી વાહન પર પડી. દુર્ઘટના એટલી ભીષણ હતી કે સુમોમાં બેઠેલા મોટાભાગના લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટાટા સુમો કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ હતી.
દુર્ઘટનાની માહિતી મળતા પોલીસ, પ્રશાસન અને સ્થાનિકો તાત્કાલિક રાહત અને બચાવ અભિયાનમાં લાગ્યા હતા. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ કે મૃતકોની ઓળખ કરાઈ રહી છે. ઓળખની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવશે.
પ્રારંભિક જાણકારી મુજબ, તમામ મૃતક ચંબા જિલ્લાના પાંગી વિસ્તારના વતની હતા. તેમણે કહ્યુ કે જિલ્લા લાહૌલની પોલીસ ચોકી તિંદી અને ઉદયપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે છે અને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં 30 જૂનથી શરૂ થયેલા ચોમાસામાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત નીપજ્યા છે.