ગુજરાતમાં પેપરલીકની આશંકા, BAMS પરીક્ષા પહેલા વ્હોટ્સએપ પર પેપર! તપાસ સમિતિ ગઠિત
ચર્ચા ત્યાં સુધી છે કે વાઈરલ થયેલા કુલ 12 મહત્ત્વપૂર્ણ બિંદુઓમાંથી 11 પ્રશ્ન સીધા પરીક્ષામાં પુછવામાં આવ્યા. આ ખુલાસા બાદ આખા મામલાએ ગંભીરતાથી લેવાઈ રહ્યો છે અને પરીક્ષાની પારદર્શકતા પર મોટા સવાલો ઉભા થઈ ગયા છે.
દેશમાં નીટ સહીત વિભિન્ન પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક મામલામાં ઘમાસાણ ચાલુ છે. હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં પણ પરીક્ષા પહેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્ન અને ટોપીક વાઈલ થવાના આરોપોએ શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. યુનિવર્સિટી પ્રશાસને આખા પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે એક વિશેષ સમિતિ બનાવી દીધી છે.
20મી જુલાઈએ બીએએમએસ તૃતિય વ્યવસાયિક વર્ષના એમ. એસ. એટલે કે શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા યોજવામાં આવી હતી. આરોપ છે કે આ પરીક્ષા પહેલા જ કેટલાક મહત્ત્વપૂર્ણ ટોપિક અને પ્રશ્નો સાથે જોડાયેલા બિંદુ વ્હોટ્સએપ પર ઝડપથી વાઈરલ થયા હતા.
12માંથી 11 પ્રશ્નો મેચ થવાનો દાવો થઈ રહ્યો છે. સોશયલ મીડિયા પર વાઈરલ થયેલા બિંદુઓ અને વાસ્તવિક પ્રશ્નપત્રમાં પુછવામાં આવેલા પ્રશ્નો વચ્ચે ઘણી સમાનતાના દાવાઓ થઈ રહ્ય છે. ચર્ચા ત્યાં સુધી છે કે વાઈરલ થયેલા કુલ 12 મહત્ત્વપૂર્ણ બિંદુઓમાંથી 11 પ્રશ્ન સીધા પરીક્ષામાં પુછવામાં આવ્યા. આ ખુલાસા બાદ આખા મામલાએ ગંભીરતાથી લેવાઈ રહ્યો છે અને પરીક્ષાની પારદર્શકતા પર મોટા સવાલો ઉભા થઈ ગયા છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રભારી પરીક્ષા નિયંત્રક એચ. પી. ઝાલાએ ક્હ્યુ છે કે 20 જુલાઈની પરીક્ષા નિર્ધારીત સમય પર સવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જો કે સાંજના સમયે મોબાઈલ ફોનના માધ્યમથી જાણકારી મળી કે પરીક્ષા શરૂ થતા પહેલા કેટલાક મહત્ત્વપૂર્ણ ટોપિક અને પ્રશ્ન વ્હાટ્સએપ પર પ્રસારીત કરવામાં આવ્યા હતા.
જાણકારી મળ્યાના તુરંત બાદ કુલપતિ સાથે ઈમરજન્સી બેઠક કરવામાં આવી અને આખા મામલાની તટસ્થ તપાસ કરવા માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી.
યુનિવર્સિટી દ્વારા રચાયેલી વિશેષ સમિતિ વાઈરલ સંદેશો, પ્રશ્નપત્ર, પરીક્ષા સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો તથા તમામ સંબંધિત પાસાઓની વિસ્તારપૂર્વક તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ યુનિવર્સિટી પ્રશાસનને સોંપશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પ્રભારી પરીક્ષા નિયંત્રક એસ. પી. ઝાલાએ આ મામલે કહ્યુ છે કે હાલ કોઈપણ પ્રકારનો આખરી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી. જો તપાસ દમરિયાન કોઈ વ્યક્તિની સંડોવણી, નિયમોના ભંગ અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા સામે આવે છે, તો યુનિવર્સિટીના નિયમો મજુબ સંબંધિત લોકોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હાલ યુનિવર્સિટી સાથે સંબંધિત લગભગ 20થી 25 કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે ચાલુ છે અને તેના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરાયો નથી.
નીટ વિવાદ બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પરીક્ષાથી પહેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્ન વાઈરલ થવાની આશંકાએ ફરી એકવાર રાજ્યની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. હાલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આખા શિક્ષણ જગતની નજરો યુનિવર્સિટીની તપાસ સમિતિના રિપોર્ટ પર મંડાયેલી છે.