જેનરિક દવાઓ પર 200% સુધીના ટેરિફનું ટ્રમ્પનું એલાન, ભારતીય ફાર્મા સેક્ટરમાં કોહરામ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમાણે, જેનેરિક દવાઓનું ઉત્પાદન અમેરિકામાં કરવા માટે ટેરિફ પોલિસી બનાવવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જે કંપનીઓ નિર્ધારીત સમયની અંદર અમેરિકામાં પોતાના પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટ નહીં લગાવે, તેમને ટેરિફનો સામનો કરવો પડશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટ, 2026થી અમેરિકામાં આયાત થનારી જેનરિક દવાઓ પર ટેરિફ લગાવવાની નવી ટાઈમલાઈનનું એલાન કર્યું છે. આ એલાન બાદ હવે સનફાર્મા, લ્યૂપિન, સિપ્લા સહીતની દેશની ઘણી દવા કંપનીઓ રોકાણકારોના રડાર પર આવી ચુકી છે.
ટ્રમ્પે સોશયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે અમેરિકામાં આયાત થનારી દવાઓ પર તમામ જેનરિક દવાઓ પર હવે 2 વર્ષ સુધી કોઈ ટેરિફ નહીં લગાવવામાં આવે. ટ્રમ્પના એલાન મુજબ, તેના પછી 1 ઓગસ્ટ, 2028થી આના પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે અને 1 ઓગસ્ટ, 2029થી તેને વધારીને 200 ટકા કરી દેવામાં આવશે.
અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ છે જેનેરિક્સ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમાણે, જેનેરિક દવાઓનું ઉત્પાદન અમેરિકામાં કરવા માટે ટેરિફ પોલિસી બનાવવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જે કંપનીઓ નિર્ધારીત સમયની અંદર અમેરિકામાં પોતાના પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટ નહીં લગાવે, તેમને ટેરિફનો સામનો કરવો પડશે.
પહેલાવાળી પોલિસીમાં જેનેરિક્સ દવાઓ સામેલ ન હતી, કારણ કે અમેરિકામાં ડોક્ટર્સ લગભગ 90 ટકા જેનેરિક્સ દવાઓ જ લખે છે. ટ્રમ્પ સરકારે ટ્રેડ એક્સપેન્શ એક્ટના સેક્શન 232 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર ફાર્મા ઈન્ડસ્ટ્રીઝની તપાસ પણ શરૂ કરી હતી. તેના સિવાય સામાન્ય લોકો સીધા સસ્તી દવાઓના વેચાણ માટે Trump RX નામથી એક પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું.
ભારતીય ફાર્મા સેક્ટરમાં ચિંતા
જેનેરિક્સ પર અમેરિકન ટેરિફની ભારતીય કંપનીઓ પર અસર પડી શકે છે. તેનું કારણ એ છે કે ભારતીય દવા કંપનીઓનો અમેરિકા જેટલો સેલ્સ વેલ્યૂમ છે, તેના લગભગ 90 ટકા જેનેરિક્સ દવાઓ છે, તો અમેરિકા જેટલી જનેરિક્સ આયાત કરે છે તેમાં 40 ટકા ભારતથી છે. ભારતથી અમેરિકામાં લગભગ 1 હજાર કરોડ ડોલરની ફાર્મા એક્સપોર્ટ થાય છે. તેના સિવાય ભારતની બહાર અમેરિકન દવા નિયામક એફડીએ પાસેથી મંજૂરી મળેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં સૌથી વધારે ભારતીય કંપનીઓના જ છે, જેની સંખ્યા લગભગ 670 છે.
અમેરિકા કરતા ભારતમાં વધુ દવાઓ બને છે
ભારતમાં દવાઓની કિંમત અમેરિકાની સરખામણીએ 30-50 ટકા સસ્તી પડે છે. એક મીડિયા અહેવાલ મુજબ, ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણકારો માને છે કે આ નીતિને વાસ્તવમાં કેવી રીતે લાગુ કરાશે અને ટ્રમ્પના કાર્યકાળ બાદ આના પર શું થશે. એક્સપર્ટ્સ પ્રમાણે, સતત કિંમતોમાં ઘટાડો, આકરી સ્પર્ધા, જુદાજુદા પ્રકારના ડોઝિઝ અને આકરી મેન્યુફેક્ચરિંગ ક્વાલિટીને કારણણે અમેરિકામાં મોટા પ્રમાણમાં જેનેરિક દવાઓનું ઉત્પાદન શરણ નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકામાં મોટા વોલ્યૂમમાં પ્રોડક્શન કેપેસિટી ડેવલપ કરવામાં ઘણાં દશકાઓ લાગી શકે છે, કારણ કે ઓછી પડતર કિંમતવાળી જેનેરિક દવાઓ બનાવવાને લઈને અમેરિકાની ક્ષમતા ઘણી હદ સુધી ઓછી થઈ ચુકી છે.
અમેરિકામાં ભારતીય કંપનીઓની હાજરી
ઘણી ભારતીય કંપનીઓના અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ છે. અરબિંદો ફાર્માની અમેરિકામાં મેન્યુફેક્ચરિંગમાં સારી હાજરી છે. તો ડૉ. રેડ્ડીઝ લેબોરેટરિઝ, લ્યૂપિન, સિપ્લા અને ઝાયડસ લાઈફ જેવી કંપનીઓના પણ અમેરિકામાં કારોબાર ફેલાયેલા છે. એલ્કેમ લેબ્સ અને ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓ સંપૂર્ણપણે ભારતમાં રહેલા મેન્યૂફેક્ચરિંગ યૂનિટ્સ પર નિર્ભર છે અને અમેરિકાથી તેમની કમાણી ઘણી વધારે નથી. બાયોકોન જેવી કંપનીઓ બાયોસિમિલર અને જેનેરિક દવાઓના પ્રોડક્શન માટે ભારત અને મલેશિયાની યૂનિટ્સ પર નિર્ભર છે, જ્યારે સેનોરસ ફાર્માની અમેરિકામાં મેન્યુફેક્ચરિગ હાજરી છે.