ગુજરાતથી જમ્મુ-કાશ્મીર, યુપી સુધી હવામાનનું રેડ એલર્ટ, ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ, આંધી અને વીજળી પડવા તથા 60 કિલોમીર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ, આંધી અને વીજળી પડવા તથા 60 કિલોમીર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
દેશના ઘણાં ક્ષેત્રોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી બેથી ત્રણ કલાકમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતના અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા માટે રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ જિલ્લાઓમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે આ એલર્ટ 7.46 વાગ્યે જાહેર કર્યું છે અને 10.46 સુધી, ત્રણ કલાક માટે તે વેલિડ હશે. ગુજરાતના અરાવલી, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ સૂરત, તાપી, વલસાડ સહીતના ઘણાં જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં લખનૌ, હરદોઈ, સીતાપુર અને ઉન્નાવમાં ગાજવીજ સાથેમ મધ્યમ વરસાદ અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, ડોડા, ગાંદરબલ, જમ્મુ, કઠુઆ, કિશ્તવાડ, કુલગામ, પુલવામા, રાજૌરી, રામબન, રિયાસી, સાંબા, શોપિયાં અને ઉધમપુર સહીતના ઘણાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે લોકોને ખરાબ મોસમને લઈને સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે સલાહ આપી છે કે લોકો વૃક્ષો અને નબળા બાંધકામ નીચે શરણ લે નહીં. બિનજરૂરી યાત્રાથી બચે. સડક અને ટ્રાફિકની સ્થિતિની જાણકારી લઈને બહાર નીકળે. સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર થનારી એડવાઈઝરીનું પાલન કરે.