CM ભૂપેન્દ્ર પટેલે શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026નું કર્યું લોન્ચિંગ, ગુજરાત બનશે શિપ બિલ્ડિંગ ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને આ નીતિ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલીસી -2026નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેની પાછળનો ઉદેશ્ય 2340 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં વિશ્વસ્તરીય અદ્યતન ટેક્નોલોજી, ટકાઉ વિકાસ, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી નીતિઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ નીતિ દ્વારા સ્થાપિત કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને આ નીતિ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 SBFAS અને મેરીટાઇમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.
આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવાશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકશે.
મુખ્યમંત્રીએ લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે