પાકિસ્તાની આતંકી નેટવર્ક પર ગુજરાત ATS એ વધુ કસ્યો ગાળિયો, જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકી ઝડપાયા
તપાસમાં ખુલાસો થયો છે કે સમગ્ર મોડ્યુલ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરના આદેશ મુજબ કાર્યરત હતો અને ગુજરાતમાં Jaish-e-Mohammedનું નેટવર્ક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અગાઉના ઓપરેશનમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હવે વધુ 5 આરોપીઓ ઝડપાતા
અમદાવાદ: ગુજરાત ATSએ રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામે વધુ એક મોટી કાર્યવાહી કરતાં Jaish-e-Mohammed (JeM) સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછ દરમિયાન નવા નામ સામે આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આ કેસમાં કુલ 13 આરોપીઓ ATSના સકંજામાં આવી ચૂક્યા છે.
પૂછપરછમાં ખુલ્યું નવું નેટવર્ક
3 જુલાઈએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી મળેલી માહિતી અને અનેક શકમંદોની પૂછપરછ બાદ વધુ 5 લોકોની સંડોવણી સામે આવી હતી, જેને 16 જુલાઈએ અલગ-અલગ જિલ્લાઓમાંથી ઝડપી લેવામાં આવ્યા.
વિસ્ફોટકોના પરીક્ષણ સુધી પહોંચ્યું કાવતરું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા પાંચેય આરોપીઓ અગાઉ પકડાયેલા આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હતા અને વિસ્ફોટકોના પરીક્ષણ સહિતની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. ATS હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.