સુન્ની નાટો ભારત માટે ગંભીર જોખમ: પાકિસ્તાન, સાઉદી અને તુર્કીના મક્કા કરાર પર એક્સપર્ટ ઓપિનિયન
ઈસ્લામમાં શિયા-સુન્ની વચ્ચે મોટી તિરાડ ઘણી વિશાળ છે. પાકિસ્તાન (સુન્ની) આપણું પહેલું દુશ્મન છે. માટે આપણી પાસે ઈરાન (શિયા) સાથે સંબંધોને સારા કરવાના ઘણાં કારણ છે.
ભારતે સત્તાવાર રીતે કહ્યું છે કે તે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીની વચ્ચે થયેલી ડિફેન્સ ડીલ અથવા મક્કા કરારનું ગંભીરતાથી આકલન કરી રહ્યું છે. પરંતુ સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ આ સમજૂતીને ભારતની સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે મંગળવારે સ્પષ્ટ કર્યું કે સરકાર પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે 7 ઓગસ્ટે થયેલા મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રિમેન્ટનું ગંભીરતાથી મંથન કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યુ છે કે જ્યાં સુધી આ સમજૂતીની વાત છે તો અમે તેના પર આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક શાંતી અને સ્થિરતા બંને પ્રકારથી તેના પ્રભાવોનું આકલન કરી રહ્યા છીએ. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં જેવી પણ જરૂરત હશે, તેવા પગલા ઉઠાવવામાં આવશે.
સુન્ની નાટો ભારત માટે ગંભીર ખતરો
સંરક્ષણ મામલાના કેટલાક જાણકારોનું માનવું છે કે ત્રણેય મુસ્લિમ દેશો વચ્ચે થયેલી આ સંરક્ષણ સમજૂતી ભારત માટે ઘણો મોટો ખતરો પેદા કરી શકે છે.
ડિફેન્સ એક્સપર્ટ મેજર જનરલ (રિટાયર્ડ) જી. ડી. બક્ષીએ ક્હ્યુ છે કે તુર્કી, પાકિસ્તાન, સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સુન્ની નાટો બનાવી રહ્યા છે. આ ભારત માટે ગંભીર ખતરો છે. પોતાની ચિંતાઓના પક્ષમાં જી. ડી. બક્ષીએ ઘણાં તર્કો આપ્યા છે. સાઉદી અરેબિયા પાસે પૈસા છે, નાટોમાં તુર્કી પાસે સૌથી મોટી સેના અને ડ્રોન છે, પાકિસ્તાન એકમાત્ર મુસ્લિમ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે.
ઓપરેશન સિંદૂરમાં તુર્કીએ પાકિસ્તાનને ઓછામાં ઓછા 1000 ડ્રોન અને તેના ઓપરેટર પણ આપ્યા હતા. ઈરાન અથવા હુતીઓ વિરુદ્ધ પાકિસ્તાન અને તુર્કી ભાગ્યે જ સાઉદી અરેબિયાને કેટલીક મદદ કરી શકશે. પરંતુ ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ કૂદવાની આ નિશ્ચિતપણે કોશિશ કરશે.
સાઉદી અરેબિયા પાસે અમેરિકાના ફાઈટર જેટ્સ અને અન્ય હથિયારો છે. જે યુદ્ધ દરમિયાન આ હથિયારો પાકિસ્તાનને સોંપી શકે છે.
ઈરાન સાથે મજબૂત મિત્રતા પર મૂક્યો ભાર
આવી સ્થિતિમાં તેમણે ઈરાન સાથે મિત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે ઈરાન ભારતને સસ્તા ઓઈલ-ગેસ અને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચવાનો માર્ગ આપે છે. તેના માટે તેમણે ચાબહાર પોર્ટનું ઉદાહરણ આપ્યું છે.
શિયા-સુન્ની વચ્ચે મોટી તિરાડ
જી. ડી. બક્ષી મુજબ, ઈસ્લામમાં શિયા-સુન્ની વચ્ચે મોટી તિરાડ ઘણી વિશાળ છે. પાકિસ્તાન (સુન્ની) આપણું પહેલું દુશ્મન છે. માટે આપણી પાસે ઈરાન (શિયા) સાથે સંબંધોને સારા કરવાના ઘણાં કારણ છે. ઈઝરાયલે પણ તેના માટેના સુન્ની એલાયન્સના ખતરાને સમજવો જોઈએ. ઈઝરાયલને ક્ષેત્રમાં ભારતના હિતો પ્રત્યે પણ સમજદારી રાખવી જોઈએ.