AIIMSમાં લાગેલી પોપ્યુલેશન ક્લૉક થઈ વાયરલ, સ્ક્રીન પર દરેક સેકન્ડે બદલાય રહ્યા છે વસ્તીના આંકડા
વાઈરલ વીડિયોએ ભારતની મોટી વસ્તી અને તેની સાથે જોડાયેલા પડકારોની પણ ઓનલાઈન ચર્ચા છેડી છે. તેમાં હેલ્થકેર, રોજગારથી લઈને ઘર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી સંસાધનો સુધીના મુદ્દા સામેલ છે
દિલ્હી એમ્સમાં લાગેલી એક ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનો વીડિયો સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો સ્ક્રીન પર ઝડપથી બદલાતા આંકડા જોઈને હેરાન છે.
વીડિયોમાં પોપ્યુલેશન ઓફ ઈન્ડિયા લખેલું એક મોટું ડિજિટલ ડિસ્પ્લે દેખાય રહ્યું છે, જેના પર નંબર સતત બદલાય રહ્યા છે. 4 સપ્ટેમ્બરે જ્યારે આ ફૂટેજ રેકોર્ડ કરવામાં આવ્યા, ત્યારે બોર્ડ પર ભારતની વસ્તી લગભગ 1,47,92,39,016 એટલે કે 1.48 અબજની નજીક દેખાઈ રહી હતી.
લોકોનું ધ્યાન એ વાતે ખેંચ્યું કે આ આંકડા રિયલ-ટાઈમમાં બદલાતા દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે માનો દરેક કેટલીક પળોમાં ભારતની વસ્તી વધી રહી હોય. તાજેતરમાં એમ્સના આ ડિસ્પ્લેની આવી જ તસ્વીરો અને વીડિયો ખૂબ શેયર કરાયા છે.
જો કે આ પ્રકારે પોપ્યુલેશન ક્લોક પર દેખાતા આંકડાને એકદમ ચોક્કસ રિયલ ટાઈમ ગણતરી માનવા જોઈએ નહીં. આ ઘડિયાળો સામાન્ય રીતે જન્મ અને મૃત્યુ દર જેવા ડેમોગ્રાફિક અનુમાનોના આધારે વસ્તીમાં થઈ રહેલા એક પ્રોજેક્શનને દર્શાવે છે.
આ વાઈરલ વીડિયોએ ભારતની મોટી વસ્તી અને તેની સાથે જોડાયેલા પડકારોની પણ ઓનલાઈન ચર્ચા છેડી છે. તેમાં હેલ્થકેર, રોજગારથી લઈને ઘર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી સંસાધનો સુધીના મુદ્દા સામેલ છે.
આ ડિસ્પ્લે આ વાતના એક શાનદાન વિઝ્યુલ્સને યાદ અપાવે છે કે વસ્તીના આંકડા કેટલી ઝડપથી બદલાય શકે છે. ભારતમાં આખરી સેન્સસ 2011માં થયો હતો. માટે જ્યાં સુધી સેન્સસના નવા આંકડા સામે આવે નહીં, ,ત્યાં સુધી આવું અનુમાન ઘણું મહત્ત્વનું છે.
એમ્સના આ વાયરલ વીડિયોએ હવે વસ્તીના એક નીરસ આંકડાને એક એવી વસ્તુમાં બદલ્યો છે કે જેને લોકો ખરેખ પોતાની આંખો સામે બદલાયો જોઈ શકે છે.