બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખ શહાબુદ્દીને આપ્યું રાજીનામું, શેખ હસીનાને કર્યો હતો ફોન કૉલ
બાંગ્લાદેશની રાજનીતિમાં કથિત કૉલને લઈને બબાલ મચેલી છે. માનવામાં આવે છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખ શહાબુદ્દીને ભારતમાં રહેતા પોતાના દેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને કથિતપણે એક ફોન કૉલ કર્યો હતો. તેના પછી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં પાછા ફરવાના નિર્ણયની જાણકારી આપી હતી.
બાંગ્લાદેશના રાષ્ટ્ર્પ્રમુખ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ-50(3) હેઠળ રાષ્ટ્રપ્રમુખ સ્પીકરને સંબોધિત કરીને એક હસ્તાક્ષરિત પત્ર સોંપીને રાજીનામું આપી શકે છે.
મોહમ્મદ શહાબુદ્દીન ત્યારે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે કેટલાક દિવસ પહેલા લંડન પ્રવાસ દરમિયાન શેખ હસીના સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી હતી.
બંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ શેખ હસીના ભારતમાં જ વસવાટ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, મેમાં સ્વાસ્થ્યના કારણોસર લંડન ગયેલા શહાબુદ્દીને શેખ હસીના સાથે વાતચીતની કોશિશ કરી હતી. તેના પછી તેમની રાજકીય નિષ્ઠાને લઈને બાંગ્લાદેશની રાજનીતિમાં સવાલો ઉભા થવા લાગ્યા હતા.
બાંગ્લાદેશમાં હાલ બીએનપીની સરકાર છે અને પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝીયાના પુત્ર તારિક રહમાન ત્યાંના વડાપ્રધાન છે. શેખ હસીના અને તારીક હરમાન બાંગ્લાદેશના કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી છે.
હાલમાં શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવાની ઘોષણા કરી છે. સત્તા પરિવર્તન દરમિયાન ઢાકા છોડીને ભારત આવેલા શેખ હસીનાએ કહ્યુ કે તેઓ ડિસેમ્બર 2026માં બાંગ્લાદેશ પાછા ફરશે.
છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય વર્તુઓળમાં રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની સંભાવનાઓને લઈને અટકળો તેજ બની ગઈ હતી.
ગુરુવારે જાણકારી ધરાવનારા સૂત્રોએ સંકેત આપ્યો કે તે પદ છોડવા માટે માનસિકપણે તૈયાર થઈ ગયા હતા. મામલાનની જાણકારી રાખનારા એક સૂત્રો દાવો કર્યો કે બંગભવનમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક દરમિયાન રાષ્ટ્રપ્રમુખ પદ છોડવાની તૈયારી કરવાની વાત કહી હતી.
જો કે શહાબુદ્દીને પોતાના રાજીનામાનું કારણ ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓથી પીડિત હોવાનું જણાવ્યું હતું. બાંગ્લાદેશી અખબાર મુજબ, તેમણે પોતાના રાજીનામા પર આગળ કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે મારે આ મુદ્દા પર આનાથી વધારે કંઈ કહેવું નથી. રાષ્ટ્રપ્રમુખના પ્રેસ સચિવ મોહમ્મદ સરરવ આલમે કહ્યુ કે સ્પીકર હાફિઝઉદ્દીન અહમદે આજે સાંજે 5.01 વાગ્યે રાજીનામાનો સ્વીકાર કર્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખ સ્પીકરને જ રાજીનામું સોંપે છે.
બાંગ્લાદેશમાં રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન પર શેખ હસીનાથી ફોન પર વાત કરવાનો આરોપ લાગ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, મે 2026માં લંડનમાં તબીબી ઉપચાર દરમિયાન તેમણે નિરાશ્રિત પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સાથે ફોન પર વાત કરી. જો કે આ કોલની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બાંગ્લાદેશની હાલની સરકારે આને શેખ હસીના સાથે સાઠગાંઠ માનવામાં આવે છે. તેના પછી આના પર રાજીનામું આપવાનું દબાણ હતું. રિપોર્ટ પ્રમાણે, બીએનપીએ આ બાબત રાષ્ટ્રપ્રમુખ ભવન સુધી સંદેશ પણ પહોંચાડયો હતો. તેના પછી 23 જુલાઈથી જ ખબરો આવવા લાગી હતી કે શહાબુદ્દીન આરોગ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
શહાબુદ્દીન 1971ના મુક્તિ સંગ્રામના યોદ્ધા અને લોઅર જ્યુડિશયરીના પૂર્વ ન્યાયાધીશ રહી ચુક્યા છે.
શહાબુદ્દીને આવામી લીગની સરકારના કાર્યકાળ દરમિયાન 24 એપ્રિલ, 2023ના રોજ બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ એપ્રિલ-2028માં પૂર્ણ થવાનો હતો. પણ કાર્યકાળ પૂર્ણ થવાના બે વર્ષ પહેલા જ તેમને રાજીનામું આપવું પડયું છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન એકમાત્ર એવા હાઈપ્રોફાઈલ રાજકીય વ્યક્તિ હતા, જેમની નિયુક્તિ શેખ હસીનાની સરકાર દરમિયાન થઈ હતી. આ દ્રષ્ટિએ તેમનું લાંબા સમય સુધી પોતાના પદ પર બનેલું રહેવું એક મોટો રાજકીય ઘટનાક્રમ હતો.