અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓ વચ્ચે કાશ્મીરમાં આતંકી હુમલો, અનંતનાગમાં પોલીસકર્મી શહીદ
આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે અમરનાથ યાત્રા માટે પહેલેથી જ સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ હજારો તીર્થયાત્રીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આખા જમ્મુ-કાશ્મીરમાં ઝીણવટભરી નજર રાખી રહી છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક આતંકી હુમલામાં પોલીસકર્મીની શહાદત થઈ છે. અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં થયેલા હુમલામાં જ્યારે આતંકીઓએ અચાનક ફાયરિંગ કર્યું, તો જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ જવાબ આપ્યો હતો. હુમલા બાદ આતંકીઓની તલાશ કરવા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ફાયરિંગ કરતા તેમાં આશિક હુસૈન નામના હેડ કોન્સ્ટેબલે શહાદત આપી છે.
અધિકારી મુજબ, આ ગોળીબાર બુધવારે બપોરે 12.30 કલાકે અનંતનાગના લાલચોક વિસ્તારમાં થયો હતો. જણાવવામાં આવે છે કે હુમલામાં ડ્યૂટી પર તેનાત એક હેડકોન્સ્ટેબલ ઘાયલ થયો અને તેને અનંતનાગ સરકારી મેડિકલ હોસ્પિટલ લઈ જવાયો. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ સામે અભિયાન છેડયું છે. જેના કારણે આતંકી ઘટનાઓમા ઘણો ઘટાડો થયો છે અને આવા હુમલા પણ ઘટયા છે. તેવામાં આતંકવાદી અચાનક હુમલો કરીને માહોલ બગાડવાની કોશિશમાં લાગેલા છે.
આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે અમરનાથ યાત્રા માટે પહેલેથી જ સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ હજારો તીર્થયાત્રીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આખા જમ્મુ-કાશ્મીરમાં ઝીણવટભરી નજર રાખી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં અનંતનાગ પોલીસે એક શંકાસ્પદ ઓવરગ્રાઉન્ડ વર્કરને કસ્ટડીમાં લીધો હતો. નુનવાન બેસ કેમ્પમાં લાગેલા ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમે સુરક્ષા તપાસ દરમિયાન આ શકમંદની ઓળખ કરી હતી.