જયપુરના બગરુમાં CJPના પ્રવક્તા આશુતોષ રાંકાને ગ્રામીણોએ ઠમઠોર્યા, કાર્યકર્તાઓને ભાગવું પડયું
આરોપ છે કે ગામના લોકોએ સીજેપીના સદસ્યોને દોડાવ્યા, તેમની સાથે મારપીટ કરી અને હાથ તોડયા અને ગાડીના કાચ પણ ફોડયા હતા. એટલું જ નહીં સીજેપીના સદસ્યો પર પથ્થરબાજી કરવામાં આવી છે
રાજસ્થાનના પાટનગર જયપુરના બગરુ ગામમાં સ્કૂલ ઠીક કરો, કેમ્પેન હેઠળ કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ પહોંચી હતી. શુક્રવારે સવારે સીજેપીના સહસંસ્થાપક અને પ્રવક્તા આશુતોષ રાંકાની સાથે જ્યારે તેમના સાથીઓ ગામ પહોંચ્યા, તો તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપ છે કે ગામના લોકોએ સીજેપીના સદસ્યોને દોડાવ્યા, તેમની સાથે મારપીટ કરી અને હાથ તોડયા અને ગાડીના કાચ પણ ફોડયા હતા. એટલું જ નહીં સીજેપીના સદસ્યો પર પથ્થરબાજી કરવામાં આવી છે. તેને લઈને સીજેપીના કાર્યકર્તાઓ અને ગ્રામીણોની વચ્ચે ભારે બબાલ થઈ છે.
સીજેપીના સ્કૂલ ઠીક કરો અભિયાન વચ્ચે રાજસ્થાન સરકાર તરફથી આદેશ જાહેર કરવામમાં આવ્યો છે કે રાજ્યની સરકારી સ્કૂલોમાં હવે બહારીઓના પ્રવેશ પર રોક છે અને ત્યાં કોઈ વીડિયોગ્રાફી પણ નહીં કરે. આ આદેશ છતાં આશુતોષ રાંકા પોતાની ટીમ સાથે બગરુ ગામની એક સ્કૂલને ચેક કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો થયો હતો.
આના સંદર્ભે સીજેપીના કાર્યકર્તા શિવાંગી શર્માએ કહ્યું છે કે તેમણે અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને કહ્યુ કે અમે આતંકવાદી છીએ, નક્સલી છીએ. તે બહારી અથવા અંદરના શું છે. આ એક જ દેશ છે. અમે કોઈ પાર્ટી અથવા અન્ય દેશમાંથી આવ્યા નથી. અમે પોતાના જ દેશના બાળકોની વાત કરી રહ્યા છીએ. શિવાંગી શર્મા પણ ટીમમાં સામેલ હતા. આ ટીમની ગ્રામીણો સાથે ઝપાઝપી થઈ હતી.
સીજેપીના કાર્યકર્તા શિવાંગી શર્માએ કહ્યું છે કે અમે કોઈ અન્ય દેશમાંથી આવ્યા નથી. અમે પણ આ દેશના નાગરિક છીએ. મને ખબર નથી કે આમને આ બધું કોણ શીખવે છે. પરંતુ અમે એક જ છીએ. જો આપણા દેશને સુધારવા માટે આપણા જ લોકો સાથે ધક્કા-મુક્કી થઈ રહી છે, તો આપણે ઘણી ખોટી દિશામાં જઈ રહ્યા છીએ.
શિવાંગી શર્માએ કહ્યું કે અમારા નેતાએ સોશયલ મીડિયા પર ટ્વિટ અને પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી કે શુક્રવારે અમે લોકો સ્કૂલોની મુલાકાત કરીશું. સવારથી જ તેમના લોકોએ પથ્થરબાજી શરૂ કરી હતી. લાઠીઓ મારી અને અમને ગામમાં ઘૂસવા દીધા નહીં.
શિવાંગીએ કહ્યું છે કે મારું ઘર અહીંથી અડધો કલાકના અંતરે છે હું પાકિસ્તાનની કેવી રીતે થઈ? હું અહીં જ ભણી-ગણી છું. હું જયપુરમાં જ અહીંના જ બાળકો સાથે ભણી છું. તો હું બહારની કેવી રીતે થઈ. તેમણે એમ પણ કહ્યું છે કે મને એ સાંભળીને પીડા થઈ રહી છે કે અમારા કાર્યકર્તાઓને આ પ્રકારની વાતો સંભળાવાય રહી છે.
સીજેપી ગત કેટલાક દિવસથી સ્કૂલ ઠીક કરો- કેમ્પેન ચલાવી રહી છે. આ કેમ્પેન હેઠળ લોકો અને વાલીઓને કહેવામમાં આવ્યું છે કે તે પોતાના વિસ્તારની સરકારી સ્કૂલોમાં જાય અનેલ સુધારાની જરૂરિયાતવાળી જગ્યાઓની ઓળખ કરવા માટે સોશયલ ઓડિટ કરે. રાજસ્થાનમાં પણ આ કેમ્પેનને આશુતોષ રાંકાના નેતૃત્વમાં લાવાય રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે સરકારી સ્કૂલોમાં બહારી લોકોની એન્ટ્રી અને કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર રોક લગાવી દીધી છે.