"જો ચીની સેના ઘૂસી ચૂકી છે": ઓવૈસીનો મોદી સરકારને સવાલ- અરુણાચલની સીમા પર શું થઈ રહ્યું છે?
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે અરુણાચલ પ્રદેશ બોર્ડર પર શું થઈ રહ્યું છે. અત્યાર સુધી તેણે જે જાણકારીઓ ઉપલબ્ધ કરાવી છે, તે અપુરતી અને અસ્પષ્ટ છે
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોશયલ મીડિયા પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકારને અરુણાચલ પ્રદેશ બોર્ડરને લઈને ખૂબ ચોંકાવનારો સવાલ કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને એ જણાવવા કહ્યુ છે કે એ સ્પષ્ટ કરો કે અરુણાચલ પ્રદેસની વાસ્તવામાં સ્થિતિ શું છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે અરુણાચલ પ્રદેશ બોર્ડર પર શું થઈ રહ્યું છે. અત્યાર સુધી તેણે જે જાણકારીઓ ઉપલબ્ધ કરાવી છે, તે અપુરતી અને અસ્પષ્ટ છે.
ઓવીસીએ કહ્યુ છે કે જો ચીની સેના આપણા વિસ્તારમાં ઘૂસી ચુકી છે, આપણા પેટ્રોલિંગ દળને તે ક્ષેત્રોમાં જવાથી રોકી રહી છે, જ્યાં તે હંમેશા જતી રહેતી હોય છે અને ટેન્ટ નાખી દીધા છે, તો આપણા લોકોને સચ્ચાઈ બતાવવાની જરૂરત છે. હાલની સ્થિતિ અસ્વીકાર્ય છે.
ઓવૈસી મુજબ, ડોકલામ અને લડાખમાં પહેલા શું થયું, આપણે જોયું છે અને તેનું પુનરાવર્તન ઈચ્છતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે લડાખમાં આપણા વિસ્તારમાં કોઈ ઘૂસ્યું નથી. પરંતુ આપણા સૈનિક ઘણાં વિસ્તારમાં હજીપણ પેટ્રોલિંગ કરી શકતા નથી. ડોકલામમાં ચીનીઓએ સ્થાયી બેઝ અને વૈકલ્પિક સડક બનાવી લીધી છે. નરેન્દ્ર મોદી સરકાર ક્યારે શીખશે ?

આગલી પોસ્ટમાં ઓવૈસીએ લખ્યુ છે કે એક તરફ સીમા પર આ બધું થઈ રહ્યું છે, આપણે આગામી મહિને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને નવી દિલ્હી આવવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ. શું ચીનના સૈનિકો ડિલ કરવાની આ આપણી નીતિ છે, જે આપણા વિસ્તારમાં ટેન્ટ નાખી રહ્યા છે અને આપણને પેટ્રોલિંગ કરતા રોકી રહ્યા છે, અથવા આપણે તે તમામ શરતોને સ્વીકારી લીધી છે, જે બીજિંગે દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે આપણી સામે મૂકી છે...
આના પહેલા મંગળવારે ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને રિપોર્ટ આપ્યો હતો કે અરુણાચલ પ્રદેશમાં ચીન તરફથી કોઈ ધીમું અતિક્રમણ થયું નથી. ચીન તરફથી અરુણચલ વપ્રદેશમાં ધીરેધીરે અતિક્રમણ કરવાનો આરોપ લાગી રહ્યો છે, તેવું કંઈ છે નહીં.

તેના પ્રમાણે1959માં આસામ રાઈફલ્સની આઉટપોસ્ટ પર હુમલો કરીને ચીને લોંગ્જુ પર કબજો કર્યો હતો. ત્યારતી આ ક્ષેત્ર તેના કબજામાં છે અને ચીન તરફથી થનારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે આ ખબરોમાં રહે છે.
તેના પ્રમાણે, સીમાઓ નક્કી નથી તેના કારણે ઘણીવાર એકબીજાની સાથે પેટ્રોલિંગને લઈને ટકરાવ થતો રહે છે,જેનું પ્રવર્તમાન વ્યવસ્થાઓથી સમાધાન કાઢવામાં આવે છે.
સેના અને આઈટીબીપી સીમા પર પોતપોતાના દબદબાને કાયમ રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ચીનીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. કોઈપણ નક્કર જાણકારી વગર આવા સનસનાટીપૂર્ણ દાવા માત્ર ધ્યાન ખેંચવાની કોશિશ છે.