CJPની મોદી સરકારને ફરીથી 'જંતર-મંતરવાળી' કરવાની ધમકી! શું ફરીથી આંદોલન થશે?
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યુ છે કે સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે આંદોલનકારીઓ વિરુદ્ધ કોઈ પોલીસ કાર્યવાહી નહીં થાય. તેના પછી બિહાર અને બંગાળમાં મોટી સંખ્યામાં છાત્રોની ધરપકડ કરવામાં આવી છે.
નવી દિલ્હીના જંતર-મંતર પર ધરણાં સમાપ્ત કરનારી કૉકરોચ જનતા પાર્ટી- સીજેપીએ ફરી એકવાર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.
સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ ટ્વિટ કરીને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહને ટેગ કરતા સમજૂતી પ્રમાણે કામ નહીં થઈ રહ્યું હોવાની વાત કહી છે.
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યુ છે કે સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે આંદોલનકારીઓ વિરુદ્ધ કોઈ પોલીસ કાર્યવાહી નહીં થાય. તેના પછી બિહાર અને બંગાળમાં મોટી સંખ્યામાં છાત્રોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીના સેંકડો છાત્રોનું સર્વિલાંસ કરવાામં આવ્યું છે અથવા તેમના ઉત્પીડન થયા છે. આવું ઘણાં રાજ્યોમાં કરાઈ રહ્યું છે.
દિલ્હી અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં દેખાવકારોને કસ્ટડીમાં લેવાની વાત પણ સામે આી છે. અમારી માગણી છે કે છાત્રોની વિરુદ્ધ તમામ કેસોને તાત્કાલિક પાછા લેવામાં આવે. આ સિવાય ભવિષ્યમાં આ આંદોલન સાથે જોડાયેલા મામલામાં કેસ નોંધવામાં આવે નહીં. અમારી માગણી છે કે આવતીકાલ સુધીમાં તમે આના સંદર્ભે અમને જાણકારી આપો. આ જણાવો કે ભારત સરકાર ક્યારે શું કરી રહી છે અથવા કરશે. રાંકાએ કહ્યુ છે કે જો આ કેસોને પાછા લેવામાં નહીં આવે અને પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે તો અમે ફરીથી જંતર-મંતર પર બેસવા માટે મજબૂર થઈશું અને આંદોલન કરીશું.
જો કે હજી સુધી ક્યાંયથી એવી પુષ્ટ જાણકારી મળી નથી કે આંદોલન કરનારા છાત્રો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે અથવા તો પછી કોઈ એરેસ્ટ કરવામાં આવ્યા છે. આશુતોષ રાંકાએ પણ કોઈ કેસનું ઉદાહરણ પોતાની વાતમાં આપ્યું નથી.
મહત્ત્વપૂર્ણ છે કે 25 જુલાઈએ સરકાર અને સીજેપીની વચ્ચે એક સમજૂતી થઈ હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સીજેપીના પ્રતિનિધિઓની કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ સાથે બેઠક થઈ હતી. તેના પછી થયેલી પ્રેસ કોન્ફરન્સમાં છાત્રો પર કેસ નહીં નોંધવાની. પહેલેથી નોંધવામાં આવેલા મામલાઓને પાછા ખેંચવાની વાત કહેવામાં આવી હતી.