અમેરિકાની ટેક કંપનીઓને બહિષ્કાર કરો, 100% ટેરિફ લગાવવા મામલે RSS સાથે જોડાયેલું સંગઠન ભડક્યું
અમેરિકાના સેનેટે 86-11ની ભારે બહુમતીથી એક વિધેયક પારિત કર્યું છે. આ બિલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એ દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો હક આપવામાં આવે છે, જે રશિયાથી મોટા પ્રમાણમાં ખનીજતેલ અથવા ગેસ ખરીદી રહ્યા છે
રશિયાથી ખનીજતેલ ખરીદનરાા દેશો પર 100 ટકા ટેરિફ લગાવનારા અમેરિકાના નવા વિધેયક પર ભારતમાં વિરોધના સૂર તેજ થઈ ગયાછે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે અમેરિકાના આ પગલાની આકરા શબ્દમાં નિંદા કરીને કેન્દ્ર સરકારને કડક વલણ અખત્યાર કરવાની અપીલ કરી છે.
તેની સાથે જ સ્વદેશી જાગરણ મંચે દેશની જનતાને અમેરિકાની કંપનીઓના બહિષ્કારની અપીલ કરી છે અને ભારત સરકારને અમેરિકાની ટેક અને સોશયલ મીડિયા દિગ્ગજ કંપનીઓ પર એકતરફી પ્રતિબંધ લગાવાવની માગણી કરી છે.
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ-સંયોજક અશ્વિની મહાજને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે ઊર્જા સુરક્ષા, ઉપલબ્ધતા અને પોતાના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ખનીજતેલ ખરીદવાનો નિર્ણય ભારતનો સાર્વભૌમ અધિકાર છે. તેને કોઈ ત્રીજો દેશ ડિક્ટેટ અથવા નિર્ધારીત કરી શકે નહીં.
અશ્વિની મહાજને સ્પષ્ટપણે કહ્યુ છે કે જો અમેરિકાના રશિયા સાથે મતભેદ છે, તો તે પોતાની વિદેશ નીતિના હિસાબથી પગલા ઉઠાવવા માટે સ્વતંત્ર છે. પરંતુ પોતાના ભૂરાજકીય દબાણ માટે ભારત જેવા સાર્વભૌમન દેશો પર આર્થિક પ્રતિબંધ અથવા ભારે-ભરખમ ટેરિફને હથિયાર બનાવવાનું સંપૂર્ણપણે ખોટુ છે.
તેમણે ચેતવણી આપી કે ભારત અને અમેરિકા વચ્ચે હાલ દ્વિપક્ષીય સમજૂતીને લઈને વાતચીત ચાલી રહી છે. પરંતુ કોઈપણ વ્યાપારિક વાટાઘાટો બંદૂકની અણિ પર થઈ સકે નહીં. ટ્રેડ ડિલ હંમેશા બરાબરી અને પરસ્પર સમ્માન ના આધારે જ સંભવ છે.
તાજેતરમાં અમેરિકાના સેનેટે 86-11ની ભારે બહુમતીથી એક વિધેયક પારિત કર્યું છે. આ બિલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એ દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો હક આપવામાં આવે છે, જે રશિયાથી મોટા પ્રમાણમાં ખનીજતેલ અથવા ગેસ ખરીદી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે આ બિલમાં ભારત અને ચીન સહીત 5 દેશોને નિશાન બનાવવામાં આવ્યા છે. જ્યારે યૂરોપિયન સહયોગીઓને છૂટ આપવામાં આવે છે, જે ખુદ રશિયાથી ગેસ આયાત કરી રહ્યા છે. સ્વદેશી જાગરણ મંચે અમેરિકાના આ બેવડા વલણને અનૈતિક ગણાવ્યું છે.
સ્વદેશી જાગરણ મંચને માત્ર નિવેદનબાજી સુધી મર્યાદીત ન રહેતા સરકારની સામે ઘણાં કડક આર્થિક સૂચનો પણ રજૂ કર્યા છે.
અમઝોન અને ફ્લિપકાર્ટ-વોલમાર્ટ જેવી દિગ્ગજ અમેરિકન ઈ-કોમર્સ કંપનીોને આપવામાં આવેલી છૂટ અને એફડીઆઈ નોટિફિકેશનને તાત્કાલિક પાછું લઈ લેવામાં આવે.
વીઝા અને માસ્ટરકાર્ડ જેવા અમેરિકન પેમેન્ટ નેટવર્કને ભારતમાં ફરીથી એકાધિકાર અથવા પગ જમાવવાની મંજૂરી આપવામાં આવે નહીં.
બેંકો અને ઈલેક્ટ્રોનિક્સ સર્વિસ પ્રોવાઈડર્સના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવવાની મંજૂરીવાળા બિલ પર હાલ રોક લગાવવામાં આવે.
સ્વદેશી જાગરણ મંચે ક્હ્યું છે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થયો છે, ત્યારથી ભાતર પર રેસિપ્રોકલ ટેરિફ,નેશનલ સિક્યોરિટી ટેરિફ અને સેક્શન-301 જેવા જુદાંજુદાં બહાનાથી અયોગ્ય દબાણ બનાવવાની કોશિશ થઈ રહી છે. તેવામાં ભારતને પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતથી કોઈ સમજૂતી કરવી જોઈએ નહીં.