ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ, 2 કલાકમાં વડોદરામાં 2 ઈંચ, સાગબારા-ગરુડેશ્વરમાં 4.65 ઈંચ વરસાદ
હવામાન વિભાગ મુજબ, ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા , ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે
ગુજરાતમાં 31 જુલાઈને શુક્રવારે ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે. વડોદરામાં માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના બે તાલુકામાં 4.65 ઈંચ વરસાદ માત્ર બે કલાકમાં વરસ્યો છે.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ થયો છે. તેમાં 2 તાલુકામાં 4 ઈંચથી વધારે, 2 તાલુકામાં 3 ઇંચથી વધારે, 2 તાલુકામાં 2 ઇંચથી વધારે, 15 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 51 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર ખાતેના સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના ડેટા મુજબ, નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકમાં 4.65 ઈંચ, ગરુડેશ્વર તાલુકામાં 4.65 ઈંચ, નાંદોદ તાલુકામાં 3.54 ઈંચ, તિલવાડા તાલુકમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે.
મહીસાગરના બાલાસિનોરમાં 2.64 ઇંચ, આણંદમાં 2.20 ઇંચ, વડોદરામાં 1.97 ઇંચ, નસવાડીમાં 1.93 ઇંચ, બારડોલીમાં 1.65 ઇંચ, નિઝારમાં 1.57 ઇંચ, ડભોઈમાં 1.34 ઇંચ, ઉમરેઠમાં 1.22 ઇંચ, ઉમરપાડામાં 1.22 ઇંચ, મહુધામાં 1.18 ઇંચ, વાઘોડિયામાં 1.14 ઇંચ, પાદરામાં 1.10 ઇંચ, સંખેડામાં 1.06 ઇંચ, નડીયાદમાં 1.02 ઇંચ, ચીખદામાં 1.02 ઇંચ, ફાગવેલમાં 0.94 ઇંચ, હાલોલમાં 0.87 ઇંચ, નેત્રંગમાં 0.83 ઇંચ વરસાદ પડયો છે.
હવામાન વિભાગ મુજબ, ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા , ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.