બળવાખોર રહેલા દિનુ મામાને ભાજપે 1400 કરોડનો વહીવટ સોંપ્યો, બરોડા ડેરીના ચેરમેન પદે મળી નિયુક્તિ
એક સમયે ભાજપ સામે બળવો કરનારા પૂર્વ ધારાસભ્ય દીનુમામા હવે 1400 કરોડનો ડેરીનો વહીવટ સંભાળશે. તેમણે કહ્યુ છે કે તેઓ 12 વર્ષથી ડેરીના વહીવટમાં છે. જેથી આ કામ તેમના માટે નવું નથી અને જે કામ હાલ સુધી કર્યું તેને તેઓ આગળ ધપાવશે
વડોદરા જિલ્લાની સૌથી મોટી બરોડા ડેરીના ચેરમેન પદે દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને વાઈસ ચેરમેન પદે જી. બી. સોલંકીના નામની ત્રણ મહિને સત્તાવાર જાહેરાત કરાઈ છે.
એક સમયે ભાજપ સામે બળવો કરનારા પૂર્વ ધારાસભ્ય દીનુમામા હવે 1400 કરોડનો ડેરીનો વહીવટ સંભાળશે. તેમણે કહ્યુ છે કે તેઓ 12 વર્ષથી ડેરીના વહીવટમાં છે. જેથી આ કામ તેમના માટે નવું નથી અને જે કામ હાલ સુધી કર્યું તેને તેઓ આગળ ધપાવશે.
ભૂતકાળમાં ડેરી ઘણાં વિવાદોમાં ફસાયેલી હતી. જિલ્લાના ધારાસભ્યો દ્વારા સંચાલકો સામે બાંયો ચઢાવવામાં આવી હતી. પ્રદેશ તરફથી સહકારિતા વિભાગના સંયોજક બિપિન પટેલ (ગોતા) મેન્ડેટ લઈને આવ્યા અને તેના પછી ચૂંટણી અધિકારી સમક્ષ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
વડોદરા ડેરીના ચેરમેન પદે ચૂંટાયેલા દિનેશ પટેલ ઉર્ફે દિનુમાના 2007માં પહેલીવાર પાદરા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને 2012માં વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જો કે 2017માં તેઓ હારી ગયા હતા અને 2022ની ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી ન હતી. તેથી તેઓ બળવો કરીને અપક્ષ ચૂંટણી લડયા હતા. જો કે 2023માં તેઓ ફરીથી ભાજપમાં સામેલ થયા હતા.
ગત ટર્મમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા વહીવટ સામે આક્ષેપ કરાયા હતા અને તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આક્ષેપ કર્યા હતા. ત્યારે ડેરીીના 10 ડિરેક્ટરોને સહકારિતા અધિનિયમ હેઠળ નોટિસ અપાઈ હતી.
મહત્ત્વપૂર્ણ છે કે 3 ઓગસ્ટે એટલે કે બરોડા ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકના 24 કલાક પહેલા જ દિનુમામા અને ઉપપ્રમુખ જી. બી. સોલંકી સહીત 10 ડિરેક્ટરોનની દૂધમંડળીને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1965ની કલમ-81 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. એકહથ્થુ શાસન સામે વિરોધ નોંધાવી ચુકેલા જિલ્લાના ધારાસભ્યોના ઈશારે આ નોટિસો અપાતી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.