થાઈલેન્ડના નારાથિવાટમાં સુરક્ષા ચોકી પર હુમલો, ફાયરિંગ-બ્લાસ્ટમાં 5 સૈનિકોના મોત
થાઈલેન્ડના દક્ષિણ પ્રાંત નારાથિવાટ, પટ્ટાની અને યાલા ઘણાં વર્ષોથી ભાગલાવાદી હિંસાથી પ્રભાવિત છે. આ વિસ્તારમાં સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો પર વખતોવખત હુમલા થતા રહે છે. સરકાર સતત સુરક્ષા અભિયાન ચલાવી રહી છે, પરંતુ હિંસક ઘટનાઓ સંપૂર્ણપણે થંભવાનું નામ લેતી નથી.
થાઈલેન્ડના દક્ષિણ પ્રાંત નારાથિવાટમાં સુરક્ષા ચોકી પર એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં પાંચ સૈનિકોના જીવ ગયા છે. હુમલાખોરોએ પહેલા સુરક્ષા ચોકી પર તાબડતોબ ફાયરિંગ કરીને પાઈપ બોમ્બ ફેંકીને હુમલો કર્યો છે. ઘટના બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
થાઈલેન્ડની રોયલ આર્મીની ઈન્ટરનલ સિક્યોરિટી ઓપરેશન્સ કમાન્ડ (ISOC) પ્રમાણે, આ હુમલો 22 જુલાઈની સાંજે નારાથિવાટ પ્રાંતના રા-ન્ગે જિલ્લાના બુકેહ સામી ચેકપોઈન્ટ પર થયો. તે સમયે 45મી રેન્જર ફોર્સ રેજિમેન્ટના જવાન સુરક્ષા ડ્યૂટી પર તેનાત હતા. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો.
હુમલામાં થાઈ રોયલ આર્મીના સાર્જન્ટ મેજર ફર્સ્ટ ક્લાસ તીરાયુત સોમકર્ડ, રેન્જર વોલિન્ટયર વિમોલ ડાબથોંગ, રેન્જર વોલિન્ટયર નટ્ટાસિત કાઓસેના, રેન્જર વોલિન્ટિયર સોલાહુડિંગ પી અને રેન્જર વોલિન્ટિયર ઝકારિયા જે-ના મોતને ભેંટયા છે. આઈએસઓસીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ છે કે દક્ષિણ સીમા ક્ષેત્રમાં રહેનારા લોકસોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તપાસ દરમિયાન અધિકારીને સી સોખોન જિલ્લામાં એક વાહન મળ્યું છે. આ વાહનનો હુમલામાં ઉપયોગ થયાની આશંકા છે. અધિકારીઓ મુજબ, હુમલાખોરોએ પુરાવા મિટાવવા માટે આ વાહનને આગના હવાલે કર્યું હતું. ફોરેન્સિક ટીમે હુમલાવાળા સ્થાન અને વાહન જપ્ત થયાના સ્થાનેથી પુરાવા એકઠા કર્યા છે. તેની મદદથી હુમલા ખોરોની ઓળખ કરવી અને તેમને એરેસ્ટ કરવાની કોશિશ થઈ રહી છે.
સેના, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આરોપીની શોધખોળ કરી રહી છે. તેની સાથે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.
થાઈલેન્ડના દક્ષિણ પ્રાંત નારાથિવાટ, પટ્ટાની અને યાલા ઘણાં વર્ષોથી ભાગલાવાદી હિંસાથી પ્રભાવિત છે. આ વિસ્તારમાં સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો પર વખતોવખત હુમલા થતા રહે છે. સરકાર સતત સુરક્ષા અભિયાન ચલાવી રહી છે, પરંતુ હિંસક ઘટનાઓ સંપૂર્ણપણે થંભવાનું નામ લેતી નથી.