રામમંદિરના CEOનું એલાન, રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને મળી જવાબદારી
રિટાયર્ટ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂર દરમિયાન વેસ્ટર્ન કમાન્ડની કમાન સંભાળી હતી.
અયોધ્યા રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના નવા સીઈઓના નામનું એલાન થઈ ગયું છે. ભારતીય વાયુસેનાના સેવાનિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને આ જવાબદારી મળી છે.રિટાયર્ટ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂર દરમિયાન વેસ્ટર્ન કમાન્ડની કમાન સંભાળી હતી.
બુધવારે અયોધ્યાની મણિરામદાસ છાવણીમાં મહંત નૃત્યગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાયેલી ટ્ર્સ્ટની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં ટ્રસ્ટના મુખ્ય પદાધિકારીઓની સાથે જ આમંત્રિત સદસ્ય પણ હાજર રહ્યા હતા.
ટ્રસ્ટની બેઠકમાં ત્રણ નવા સદસ્યોની પણ ઘોષણા કરવામાં આવી હતી. જેમાં મદન મોહન પાંડે, મહેશ ભાગચંદકા અને નિર્મલા યાદવ સામેલ છે.
ટ્ર્સ્ટ દ્વારા એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામમંદિરના પહેલા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનામાં તેમણે લગભગ 4 દાયકા સુધી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. હવે રામમંદિરના પ્રશાસનિક અને સંચાલન વ્યવસ્થાના કામને નવી દિશા આપશે.

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા મૂળ દેવરિયા જિલ્લાના ભાટપારરાની ક્ષેત્રના ભોપતપુર ગામના વતની છે. તેમણે 6 ડિસેમ્બર, 1986ના રોજ વાયુસેનામાં ફાઈટર પાયલટ તરીકે કમિશન પ્રાપ્ત કર્યું હતું. પોતાની લાંબી વાયુસૈન્ય કારકિર્દીમાં તેમણે 18થી વધુ પ્રકારના વિમાનોનું ઉડ્ડયન કર્યું અને 3000 કલાકથી વધુનો તેમનો ઉડાણનો અનુભવ છે. કમાન્ડિંગ ઈન- ચીફના પદ પર પણ રહી ચુક્યા છે.
આ સિવાય એકીકૃત રક્ષા સ્ટાફમાં ઉપપ્રમુખ (સિદ્ધાંત, સંગઠન અને પ્રશિક્ષણ) જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. દેશની સાથે અમેરિકા અને બ્રિટનના પ્રતિષ્ઠિત સંરક્ષણ સંસ્થાનો સાથે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી ચુકેલા જિતેન્દ્ર મિશ્રા પાસે મોટા સંગઠનના સંચાલન અને નેતૃત્વનો બહોળો અનુભવ છે.
રામમંદિરના સીઈઓ તરીકેની તેમની નિમણૂક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મંદિર હવે નિર્માણના તબક્કાથી આગળ વધીને વ્યવસ્થિત સંચાલન અને વૈશ્વિક ધાર્મિક - પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવાગમન, સુરક્ષા, દર્શન વ્યવસ્થા, કર્મચારી પ્રબંધન, સુવિધાઓનો વિસ્તાર અને વિભિન્ન એજન્સીઓની વચ્ચે સમન્વય જેવી જવાબદારીઓ સીઈઓની સામે હશે.
તેવામાં સૈન્ય સેવામાંથી આવેલા એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની શિસ્ત, નેતૃત્વ, મોટી સંસ્થાના પ્રબંધન અને સમન્વયના અનુભવને ટ્રસ્ટ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવરિયાના નાનકડા ગામ ભોપતપુરામાંથી ભારતીય વાયુસેનાના ટોચના નેતૃત્વ સુધી પહોંચેલા જિતેન્દ્ર મિશ્રા હવે અયોધ્યાના રામમંદિરના પહેલા સીઈઓ તરીકે નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.