BRICSને નબળું રાખવું ભારતની સૌથી મોટી કૂટનીતિ? ચીનનું વર્ચસ્વ રોકવાની ઈનસાઈડ ગેમના આંટાપાટા સમજો
ભારતની સામે અસલી પડકાર બ્રિક્સ છોડવા અથવા તેને મજબૂત બનાવવાનો નથી, પરંતુ તેની અંદર રહીને પોતાના સ્ટ્રેટજીક હિતોને સુરક્ષિત રાખવાનો છે
ભારતમાં બ્રિક્સ (BRICS) સમિટની વચ્ચે આ સમૂહની ભૂમિકા અને ભવિષ્યની ચર્ચા ખૂબ થઈ રહી છે. એક નવા વિશ્લેષણમાં દાવો કરાયો છે કે ભારતનું અસલી રણનીતિક હિત બ્રિક્સને મજબૂત અને પ્રભાવશાળી બનાવવામાં નથી. પરંતુ તેને એટલું વિભાજીત રાખવામાં હોઈ શકે છે કે તે ચીનના ગ્લોબલ પાવર પ્રોજેક્ટનું હથિયાર બની શકે નહીં.
બ્રિક્સની સૌથી મોટી શક્તિ જ ભારત માટે બની શકે છે પડકાર
બ્રિક્સ હવે પહેલા જેવું નાનું સંગઠન રહ્યું નથી. ધ પ્રિન્ટના રિપોર્ટ મુજબ, બ્રિક્સના વિસ્તરણ બાદ હવે 11 દેશો સામેલ છે અને તેનો આર્થિક અને રાજકીય પ્રભાવ ઘણો વધ્યો છે. પરંતુ આ વિસ્તરણ સાથે એક મોટો સવાલ પણ સામે આવ્યો છે, શું બ્રિક્સ હકીકતમાં તમામ સદસ્યોના સંયુક્ત હિતો માટે કામ કરશે અથવા ચીન ધીરેધીરે આ મંચ પર પોતાનો પ્રભાવ વધારશે?
ચીનની સામે ભારતની કમજોર સ્થિતિનું કારણ
ચીન અને ભારત બંને બ્રિક્સના મહત્ત્વના સદસ્યો છે. પરંતુ બંનેની આર્થિક અને સૈન્ય ક્ષમતામાં ઘણું અંતર છે. તેવામાં જો બ્રિક્સ એક બેહદ પ્રભાવી રાજકીય અથવા રણનીતિક જૂથ બને છે, તો આશંકા છે કે તેનો ઉપયોગ ચીન પોતાના હિતમાં કરી શકે છે.
ભારત માટે સમસ્યા એટલા માટે પણ મોટી છે, કારણ કે ઈન્ડો-પેસિફિકમાં ચીનના વધતા પ્રભાવને બેલેન્સ કરવા માટે તેને અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય સ્ટ્રેટજિક પાર્ટનર્સની જરૂરત છે. તેવામાં એવું કોઈપણ પગલું જે આ દેશોની શક્તિ ઘટાડે અને પરોક્ષપણે ચીનને ફાયદો પહોંચાડે, તે ભારતના હિતમાં નહીં હોય.
ડોલરનો મામલો પણ સમજો
બ્રિક્સ લાંબા સમયથી ડિ-ડોલરરાઈઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય કારોબારમાંથી અમેરિકાના ડોલરની ભૂમિકાને ઘટાડવાની ચર્ચા કરી રહ્યું છે. વિશ્લેષણનો તર્ક છે કે અમેરિકાની ડોલર સિસ્ટમથી ભારતની પોતાની ફરિયાદો હોઈ શકે છે. પરંતુ ડોલરના નબળા પડવામાં ભારતનો ફાયદો નથી.
સવાલ એ છે કે જો અમેરિકાના ડોલરનો પ્રભાવ ઘટે છે, તો તેના સ્થાને કોનો પ્રભાવ વધશે. જો આનો ફાયદો મુખ્યત્વે ચીનને મળે છે, તો ભારત માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.
એટલે કે અમેરિકાથી નારાજગી અને ચીનનો વિરોધ, બંને એક જ રણનીતિ માનવી ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
બ્રિક્સની બિનઅસરકારકતામાં શું ભારતનો ફાયદો છે..
આ વિશ્લેષણનો સૌથી વિવાદીત અને રસપ્રદ ભાગ છે કે જેમાં તર્ક અપાયો ચે કે ભારતનું લક્ષ્ય બ્રિક્સને ખતમ કરવાનું નહીં, પરંતુ તેને આંતરીક રીતે વિભાજીત અને બિનઅસરકારક રાખવાનું હોવું જોઈએ કે ચીન તેનો ઉપયોગ પોતાના મોટા સ્ટ્રેટજચીક એમ્બિશન્સ માટે કરી શકે નહીં.
બ્રિક્સના વિસ્તરણને આ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. જેટલા વધારે અને જુદાંજુદાં હિતો ધરાવતા દેશો કોઈ સંગઠનમાં સામેલ થશે, એટલી સંમતિ બનાવવું મુશ્કેલ હશે.
મધ્યપૂર્વના દેશો વચ્ચે ઘણાં ગંભીર મતભેદ છે. એશિયા અને અન્ય ક્ષેત્રોના દેશો પોતપોતાના સ્ટ્રેટજીક ઈન્ટરેસ્ટ્સ છે. તેવામાં ભારત આ મતભેદોનો ઉપયોગ બ્રિક્સની અંદર કોઈ એક દેશનું પ્રભુત્વ રોકવા માટે કરી શકે છે.
ભારત માટે પણ રણનીતિક જોખમ
આનું બીજું પાસું પણ છે. જો ભારત સતત બ્રિક્સના ઈનિશ્યિેટીવને રોકે છે અથવા સંગઠનને નબળું કરવાની કોશિશ કરે છે, તો તે ખુદ આ સમૂહમાં અલગ-થલગ પડી શકે છે. તેના સિવાય ચીન સાથે ટકરાવ વધવા પર આર્થિક અને સૈન્ય દબાણનો પડકાર પણ પેદા થઈ શકે છે.
માટે ભારતની સામે અસલી પડકાર બ્રિક્સ છોડવા અથવા તેને મજબૂત બનાવવાનો નથી, પરંતુ તેની અંદર રહીને પોતાના સ્ટ્રેટજીક હિતોને સુરક્ષિત રાખવાનો છે.
બ્રિક્સનું વિસ્તરણ ભારત માટે મોકો છે અને પડકાર પણ છે. અસલી સવાલ એ છે કે બ્રિક્સ કેટલું શક્તિશાળી બનશે, પરંતુ એ છે કે શું ભારત ચીનના વધતા પ્રભાવની વચ્ચે આ મંચને પોતાના હિતો વિરુદ્ધ રોકી શકશે.