GPSCએ અવસર મોડ્યુલ વિકસાવ્યું, અસફળ ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે
અવસર મોડ્યુલ જીપીએસસીના તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તકો વચ્ચે એક સેતુરૂપ ભૂમિકામાં હશે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ હવે અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. આ અવસર મોડ્યુલ જીપીએસસીના તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તકો વચ્ચે સેતુરૂપ ભૂમિક ભજવશે.
જીપીએસસીની પરીક્ષામાં હજારો ઉમેદવારો હોય છે. તેમાંથી ઘણી ઓછી સંખ્યામાં નોકરી માટે પસંદગી પામે છે. જ્યારે આ પરીક્ષાઓમાં પ્રતીક્ષા યાદીમાં સ્થાન પામેલા પણ પસંદગીમાં અસફળ રહેનારા ઉમેદવારોની ઘણી મોટી સંખ્યા હોય છે. જે પસંદગી પામ્યા નથી તે તેજસ્વી હોતા નથી, તેવું હોતું નથી.
ત્યારે જીપીએસસી દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હવે જીપીએસસી દ્વારા વિકસિત અવસર મોડ્યુલ થકી રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે. આ પહેલ થકી ઉમેદવારોને જાહેર સાહસો, સહકારી વિભાગ, પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તકો પ્રાપ્ત થઈ શકશે.
અવસર મોડ્યુલ જીપીએસસીના તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તકો વચ્ચે એક સેતુરૂપ ભૂમિકામાં હશે.
છેલ્લા પાંચ વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ-1 અને 2ની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ અને પ્રતીક્ષાયાદીમાં સમાવિષ્ટ થયેલા ઉમેદવારો આ મોડ્યુલમાં અરજી કરી શકશે.
પોતાની વિગતો સંબંધિત સંસ્થાઓ સાથે શેયર કરવા માંગતા ઉમેદવારોએ http:/gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને આના માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે.