ચીનના પ્રમુખ જિનપિંગને 2 વાર આવી ચુક્યો છે હાર્ટએટેક, વારસદાર જાહેર કરશે તો તખ્તાપલટ થઈ જશે!
લોબસાંગ સાંગેયે કહ્યુ કે જો જિનપિંગ ચીનમાં પોતાના વારસદારની જાહેરાત કરે છે, તો ત્યાં તખ્તાપલટ થઈ જશે
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને લઈને તિબેટની નિર્વાસિત સરકારના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેયે એક મોટો ખુલાસો કર્યો છે. સાંગેયે કહ્યુ છે કે હું એ નહીં જણાવું કે કોણે પરંતુ ચીનના ઘણાં વરિષ્ઠ અધિકારી જેમની સાથે મેં મુલાકાત કરી છે. અમારી તેમાની સાથે એક કલાકથી વધારે મુલાકાત થઈ છે. તે વ્યક્તિએ કહ્યુ કે શી જિનપિંગને ત્રણ નહીં પણ ઓછામાં ઓછા 2 હાર્ટ સ્ટ્રેક આવ્યા છે. શું તમને યાદ છે કે શી જિનપિંગ અચાનક ત્રણથી પાંચ સપ્તાહ માટે ગાયબ થઈ ગયા હતા, ફરી અચાનક પ્રગટ થઈ ગયા.
તેમણે દિલ્હીમાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની લાંબી વાતચીતમાં આ ખુલાસો કર્યો છે. આ દરમિયાન તેમણે જિનપિંગને લઈને ઘણી અજાણી વાતો પણ કહી છે. લોબસાંગ સાંગેયે કહ્યુ કે જો જિનપિંગ ચીનમાં પોતાના વારસદારની જાહેરાત કરે છે, તો ત્યાં તખ્તાપલટ થઈ જશે.
સાંગેયે એક પોડકાસ્ટમાં જ્યારે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના તાજેતરના પ્રવાસમાં તેમના હાવભાવને લઈને સવાલનો જવાબ આપતા કહ્યુ કે તે વર્ષમાં એકવાર તાઈવાન જાય છે અને લોકોની સાથે મુલાકાત કરે છે. તે દરમિયાન તિબેટની નિર્વાસિત સરકારના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેયને ચીની પ્રશાસનના વરિષ્ઠ પૂર્વ અધિકારી સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. આ અધિકારીએ તેમને ક્હ્યુ કે જિનપિંગને 2 વાર હાર્ટ એટેક આવી ચુક્યો છે.
લોબસાંગ સાંગેયે કહ્યુ કે તેમને તેમના ચહેરાને જુઓ, ફૂલેલો છે. તેમનો ચાલવાનો અંદાજ જોવો, નિશ્ચિતપણે તેમનું કામ ઘણું દબાણવાળું છે. પરંતુ આ પ્રેશરની અસર થઈ રહી છે, તેના કારણે આ હાર્ટ એટેક થયો છે. પછી તેમના દિમાગમાં પેદા થયેલા મેન્ટલ ફોગને કારણે તેઓ ચોંકાવનારા નિર્ણયો લઈ ર્હયા છે. આ કારણ છે કે તે મિલિટ્રી જનરલોને ફાયર કરી રહ્યા છે. આ અધિકારીઓની નિયુક્તિ તેમણે ખુદ કરી હતી. સંરક્ષણ મંત્રી લાપતા થઈ જાય છે, તેમની નિયુક્તિ થાય છે અને પછી તે ગાયબ થઈ જાય છે.
ચીનના ઈનર સર્કલની જાણકારી આપતા તેમણે કહ્યુ કે તેમના સિક્યુરિટી ગાર્ડ અને મિલિટ્રી ચીફ ચીનના મંત્રીઓથી પણ શક્તિશાળી છે. જિનપિંગ એક ક્લાઉડમાં જીવી રહ્યા છે.
વાતચીત દરમિયાન જિનપિંગના વાસરદારના એલાનના પ્લાન બાબતે વાતચીત કરતા સાંગેયે કહ્યુ કે તેમણે કહ્યુ કે તેમને લાગતું નથી કે ચીનમાં આવો કોઈ પ્લાન છે. તેમણે કહ્યુ કે તે એક શહેનશાહના દ્વંદ્વમાંથી પસાર થઈ રહ્યા છે. જો તમે એક બાદશાહ છો તો તમે તમારા ક્રાઉન પ્રિન્સને નિયુક્ત કરો છો. ચીનના ઈતિહાસમાં આની ઘણી આશંકા છે કે ક્રાઉન પ્રિન્સ તેમની હત્યા કરી દેશે અને તેમનું સ્થાન લઈ લેશે. પરંતુ જો તમે એક ક્રાઉન પ્રિન્સ નિયુક્ત કરતા નથી, તો તમે પોતાનું શાસન લાંબુ ખેંચી શકો છો. પરંતુ આનાથી દેશ પંગુ થઈ જશે, કારણ કે આનાથી સત્તાની લાલસા ધરાવનારા પ્રતિસ્પર્ધીઓમાં લડાઈઓ થશે. દેશમાં ગૃહ યુદ્ધ છેડાય જશે. આ ચીનના ઈતિહાસમાં પણ થઈ રહ્યું છે, મને લાગે છે કે આના કારણે તે પોતાના વારસદારની ઘોષણા કરી રહ્યા નથી.
તિબેટના વડાપ્રધાન હકીકતમાં સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન (નિર્વાસિત તિબેટિયન સરકાર)ના સિક્યોંગ (રાજકીય પ્રમુખ ) હોય છે. હાલમાં આ પદ પેંપા સેરિંગની પાસે છે. તેઓ ભારતના ધર્મશાળામાં રહે છે.
1950માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તિબેટ પર આક્રમણ કર્યું. 1951માં દબાણમાં 17 સૂત્રીય સમજૂતી થઈ. તેનાથી તિબેટ ચીનનો ભાગ બન્યું. 1959માં લ્હાસામાં વિદ્રોહ થયો. ચીની સેનાના દમનના ડરના પગલે દલાઈ લામા હજારો તિબેટિયનો સાથે ભારતમાં આવ્યા. ત્યારથી નિર્વાસિત સરકાર ભારતમાં કામ કરી રહી છે. ચીન તિબેટને પોતાનો સ્વાયત્ત પ્રદેશ માને છે અને નિર્વાસિત સરકારને માન્યતા આપતું નથી. તિબેટી સરકાર અહીંતી સંઘર્ષ કરી રહી છે.