નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, સુરવા ગામમાં 6 લોકોનું રેસ્ક્યુ કરાયું
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકના સમયગાળામાં સાગબારા અને ગુરુડેશ્વર તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડયો હતો.
દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ને કારણે પ્રશાસન એલર્ટ મોડમાં છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકના સમયગાળામાં સાગબારા અને ગુરુડેશ્વર તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડયો હતો.
આ બંને તાલુકામાં માત્ર બે કલાકમાં 4.65 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના સુરવામાં 6 લોકો ફસાયા હતા. આની જાણકારી એનડીઆરએફને મળતા તેમણે તાત્કાલિક રેસ્ક્યૂની કાર્યવાહી કરી અને ફસાયેલા લોકોને સમયસર સલામત સ્થળે ખસેડયા હતા.
રેસ્ક્યૂ કરાયેલાઓમાં એક વૃદ્ધા પણ સામેલ હતા. તેમને એનડીઆરએફના જવાનો તેડીને બહાર કાઢયા હતા.
ગુજરાતમાં મેઘરાજાની નવી ઈનિંગમાં નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડયો છે.