અમદાવાદમાં 39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડાં જપ્ત, 2 એરેસ્ટ
પોલીસ મુજબ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોડસરથી અમથાપુર જઈ રહેલા માર્ગમાં આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાંકડાના મોટા જથ્થાના હોવાની માહિતી મળી હતી. તેના પછી પોલીસે દરોડો પાડયો હતો
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર રીતે સંચાલિત બે ફટાકડાંના ગોડાઉને સીલ કર્યા છે અને 39.57 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ફટાકડાંનો વિશાળ જથ્થો પણ ઝડપી પાડયો છે.
પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન બે લોકોને એરેસ્ટ પણ કર્યા છે.
પોલીસ મુજબ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોડસરથી અમથાપુર જઈ રહેલા માર્ગમાં આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાંકડાના મોટા જથ્થાના હોવાની માહિતી મળી હતી. તેના પછી પોલીસે દરોડો પાડયો હતો.
તપાસમાં સામસામે બનેલા બે ગોડાઉનમાં કુલ 65,954 બોક્સમાં જુદાંજુદાં પ્રકારના ફટાકડાં જપ્ત કરવામાં આવ્યા. પોલીસ મુજબ, આ ફટાકડાંની અંદાજિત કિંમત 39.57 કરોડ રૂપિયા છે. આ ગોડાઉનના લાઈસન્સ માર્ચમાં સમાપ્ત થયાનું અને તેને રિન્યૂ નહીં કરાવાયા હોવાનું પણ ઉજાગર થયું છે. તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી.
પોલીસે જોયું કે ગોડાઉનમાં અગ્નિશમન માટેના ફાયર એક્સટિંગ્વિશર, રેતથી ભરેલી બાલ્ટીઓ અને ફાયર વોટર પાઈપ જેવી કેટલીક વ્યવસ્થાઓ હતી. પરંતુ આટલા મોટા પ્રમાણમાં ફટાકડાંના જથ્થાના મુકાબલે આ સુરક્ષા વ્યવસ્થા અપુરતી હતી. તેમ છતાં ગોડાઉનની બહાર ટીન શેડની નીચે પણ ફટાકડાં રાખવામાં આવ્યા હતા. જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી.
ચાંગોદર પોલીસે પરવાનાધારક અમિત મોદી અને ગોડાઉન પ્રબંધક કિશન પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ-125 અને 288, તથા વિસ્ફોટક અધનિયમની કલમ- 9બી(1)(બી) અને 12 હેઠળ એફઆઈઆર નોંધીને બંનેને એરેસ્ટ કર્યા છે. મામલાની વધુ તપાસ પોલીસ દ્વારા થઈ રહી છે.