સિસ્ટમની નિષ્ફળતાને કારણે જંતર-મંતર પર આંદોલન, સુધારાની જરૂર: RSS
સંઘના નેતાએ ક્હ્યુ છે કે બેઠકમાં વસ્તી સંતુલનમાં પરિવર્તનને લઈને પણ વાત થઈ છે. તેમણે કહ્યુ છે કે આજે દેશમાં યુવાઓની વસ્તી વધુ છે, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિ નહીં રહે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે જંતર-મંતર પર આંદોલન સિસ્ટમની નિષ્ફળતાને કારણે થયું હતું. વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી અખિલ ભારતીય સમન્વય બેઠક દરમિયાન આ વાત કહેવામાં આવી છે. મીટિંગની જાણકારી આપતા સંઘે કહ્યું છે કે બેઠકમાં જંતર-મંતર આંદોલનને લઈને વાત થઈ. આરએસએસ તરફથી સરકારને પણ સલાહ આપી છે કે જરૂરી પગલા ઉઠાવવામાં આવે. તેના સિવાય સંઘનું કહેવું છે કે સમાજે પણ પોતાના સ્તર પર પ્રયાસ કરવો જોઈએ. સંઘના નેતા મુકુંદ સીઆરએ જંતર-મંતર આંદોલન પર એ પણ કહ્યુ છે કે ડિસ્ટ્રક્શનથી કામ થઈ શકતું નથી. તેનો પોઝિટિવ રીતે હલ કરવો જોઈએ.
તેમણે કહ્યુ છે કે સરકારને પણ યુવાઓની ચિંતા જોવી જોઈએ. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રીય સંસ્થાનો અને રાજ્ય સરકારોની સંસ્થાનોને સિસ્ટમમાં ખામીઓને કારણે યુવાઓમાં અસંતોષ છે. તેમને પોતાના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. માટે તેનું સમાધાન કરવાની જરૂરત છે. તેની સાથે જ તેમણે આંદોલનના નામ પર કોઈપણ પ્રકારની હિંસા નહીં કરવાની અપીલ પણ કરી છે. સંઘના નેતાનું કહેવું છે કે કોઈપણ મામસાનો ઉકેલ સકારાત્મક પહેલથી જ થશે. તેના માટે સમાજ અને સરકારને સાથે આવવું પડશે. જાગરૂકતા વધારવી પડશે અને સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે પ્રયાસ કરવો પડશે.
સંઘના નેતાએ ક્હ્યુ છે કે બેઠકમાં વસ્તી સંતુલનમાં પરિવર્તનને લઈને પણ વાત થઈ છે. તેમણે કહ્યુ છે કે આજે દેશમાં યુવાઓની વસ્તી વધુ છે, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિ નહીં રહે. કેટલાક વર્ષો બાદ સ્થિતિ બદલાવા લાગશે. તેમણે કહ્યુ છે કે ભારત વસ્તી અસંતુલનનો સામનો કરી રહ્યું છે. તેના સિવાય કેટલાક સમુદાયોની વસ્તી વધુ ઝડપથી વધી રહી છે, જ્યારે કેટલાક લોકોની ઓછી થઈ રહી છે. મુકુંદ સીઆરએ ક્હ્યુ છે કે આ દરમિયાન એ વાત પણ થઈ કે કેવી રીતે દેશમાં યુવાઓ પર નશાનો પ્રભાવ વધી રહ્યો છે. તેમણે ક્હ્યુ છે કે આ વાત પર ચર્ચા થઈ છે કે કેવી રીતે યુવાઓનને સકારાત્મકતા સાથે યોગ્ય દિશામાં લાવવામાં આવે. તેમના ભવિષ્યની વાત પણ કરવામાં આવે.
સંઘના નેતાએ કહ્યુ છે કે આ બેઠકમાં સંઘ પ્રમુખ તરફથી આપવામાં આવેલા પંચ પરિવર્તનના વિચાર પર પણ વાત થઈ. તેના સિવાય પારિવારિક મૂલ્ય કેવી રીતે જાળવી રાખવામાં આવે, તેના પર પણ મંથન થયું. આરએસએસના કામને કેવી રીતે વિસ્તારવામાં આવે, તેના પર પણ ચર્ચા થઈ. એટલું જ નહીં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિષય પર પણ વાત થઈ. તેના પ્રભાવ પર પણ વાત કરવામાં આવી અને પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું.