મોરબીના વીરપરડા ગામે કુવામાં ફરીથી પાણી હિલોળે ચઢયું!કૂતુહલવશ લોકો એકઠાં થયા
નિષ્ણાતો અને જાણકારોનું માનવું છે કે આ ઘટનાની પાછળ કોઈ ભૂગર્ભીય હલચલ કે ફોલ્ટલાઈન જેવા કારણો હોઈ શકે છે. જો કે હજી સુધી કુવામાં પાણીની રહસ્યમયી હલચલના કારણોનો ખુલાસો અકબંધ છે.
મોરબી જિલ્લાના વીરપરડા ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલા કુવામાં ફરી એકવાર પાણીની ભેદી હલચલથી કુતૂહલ સર્જાયું છે.
વીરપરડા ગામના પ્રાણજીવન નામના ખેડૂતના ખેતરની અંદર આવેલા કુવામાં ફરીથી પાણી હિલોળે ચઢતા આસપાસના ઘણાં લોકો તેને જોવા માટે એકઠાં થયા હતા.
શનિવારે વરસાદ પડયા બાદ આ બીજી વખત બન્યું છે કે જ્યારે કુવામાં આપોઆપ પાણી હિલોળા લેતું હોય. આના પહેલા ગત રવિવારે સાંજે કુવામાં આવી હલચલ જોવા મળી હતી. હાલ ફરીથી કુવાના પાણીમાં હલચલ જોવા મળતા ગામના લોકો તેને જોવા માટે એકઠાં થયા છે.
આમ તો કુવાના પાણીમાં દરિયાના મોજાંની જેમ જાતે જ પાણીનું ઉપર-નીચે થવું કે આસપાસ હલવું કુતૂહલનું કારણ તો બને છે.
પણ નિષ્ણાતો અને જાણકારોનું માનવું છે કે આ ઘટનાની પાછળ કોઈ ભૂગર્ભીય હલચલ કે ફોલ્ટલાઈન જેવા કારણો હોઈ શકે છે. જો કે હજી સુધી કુવામાં પાણીની રહસ્યમયી હલચલના કારણોનો ખુલાસો અકબંધ છે.