અમદાવાદના સિંધુભવન રોડ પર 8200 ચોરસ વારનો પ્લોટ 300 કરોડમાં વેચાયો
જમીનના લોકેશનના આધારે આ વિસ્તારમાં જમીનની કિંમત પ્રતિ ચોરસ વાર 3 લાખથી 4 લખ સુધી બદલાતી રહે છે. જ્યારે ઓફિસ સ્પેસની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 7 હજારથી 9 હજાર સુધી રહી છે
અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા આગામી ચારથી પાંચ વર્ષમાં સિંધુભવન રોડ પર 50 લાખ ચોરસ ફૂટમાં કોમર્શિયલ પ્રોજેક્ટ્સ વિકાસાવશે. તેમાં આશરે 1000 રૂમની એક હોટલનો પણ સમાવશે થાય છે. એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં આને લઈને વિગતો આપી હતી.
હવે આ અહેવાલના થોડા દિવસોમાં જ સિંધુભવન રોડ પર તાજ સ્કાયલાઈન હોટલની બાજૂમાં આવેલો 8200 ચોરસ વારનો પ્લોટ 300 કરોડમાં વેચાયાનું કહેવાય છે. આ પ્લોટ શહેરના ઝેડ ગ્રુપે ખરીદયો હોવાનું કહેવાય રહ્યું છે. મેઈન રોડ સહીત બે રોડ ઉપર આસાનીથી જઈ શકાય તેવો આ પ્લોટ રેસિડેન્શિયલ -2 ઝોનમાં આવેલો છે.
આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા નિકટવર્તી સૂત્રને ટાંકીને એક અખબારે દાવો કર્યો છે કે હોટલ અંગેની સરકારી નીતિને ધ્યાનમાં રાખતા આ પ્લોટ ખરીદનાર ડેવલપર 10 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ એરિયા ધરાવતી હોટલ કમ કોમર્શિયલ બિલ્ડિંગ ઉભી કરવાની યોજના ધરાવે છે, આ આખા પ્રોજેક્ટની કિંમત 650 કરોડ જેટલી થશે.
આ ગ્રુપ દ્વારા એસ. જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા નજીક અન્ય એક આઈકોનિક કોમર્શિયલ બિલ્ડિંગ પણ ઉભી કરવાનું આયોજન ધરાવે છે.
મહત્ત્વપૂર્ણ છે કે જમીનના લોકેશનના આધારે આ વિસ્તારમાં જમીનની કિંમત પ્રતિ ચોરસ વાર 3 લાખથી 4 લખ સુધી બદલાતી રહે છે. જ્યારે ઓફિસ સ્પેસની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 7 હજારથી 9 હજાર સુધી રહી છે.