UNSCમાં સુધારો હવે ટાળી શકાય નહીં: BRICSના મંચ પરથી PM મોદીનો વિશ્વને સ્પષ્ટ સંદેશ
18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે, ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં તો આગળની કતારમાં છે. પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પાછળની કતારમાં જ રહે છે. આપણે વિશેષાધિકારના પિરામિડને ભાગીદારીના મંચમાં બદલવો પડશે.
બ્રિક્સ શિખર સંમેલન દ્વારા ભારતે દુનિયામાં પોતાની કૂટનીતિની ફરીથી ધાક દેખાડી છે. આ સમિટના સ્વાગત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુએનએસસીમાં સુધારો હવે ટાળી શકાય તેમ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં બ્રિક્સ સદસ્ય દેશોના પ્રતિનિધિઓના સ્વાગત બાદ પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની મોટી માગણી કરી છે. પીએમ મોદીએ પ્રતિનિધિત્વની વાત કરતા સ્પષ્ટ કહ્યુ છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં રિફોર્મ હવે વધારે ટાળી શકાય નહીં. નિશ્ચિત સમયમર્યાદામાં કરવું પડશે, નાણાકીય સંસ્થાઓમાં પણ પ્રમાણસરની ભાગીદારી વધે, મતાધિકારની શક્તિ વધે, ગ્લોબલ ગવર્નન્સમાં પણ.
18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે, ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં તો આગળની કતારમાં છે. પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પાછળની કતારમાં જ રહે છે. આપણે વિશેષાધિકારના પિરામિડને ભાગીદારીના મંચમાં બદલવો પડશે. જ્યાં દરેક દેશનો અવાજ સાંભળવામાં આવે, દરેક સદસ્યની હિસ્સેદારી હોય અને દરેક કોશિશના કેન્દ્રમાં માનવતાની પ્રગતિ હોય. તેના માટે મારો પ્રસ્તાવ છે કે આપણે મળીને વૈશ્વિક શાસનમાં સુધારા માટે 10 પ્રસ્તાવ તૈયાર કરીએ, જેને આપણે આગામી શિખર સંમેલન સુધી બ્રિક્સ સુધાર રોડમેપનું રુપ આપવાની કોશિશ કરી શકીએ.
પીએમ મોદીએ કહ્યુ છે કે આ રોડમેપને તૈયાર કરતી વખતે આપણે ત્રણ મુખ્ય સ્તંભો પર ધ્યાન આપવું પડશે, પ્રતિનિધિત્વ, જવાબદેહી અને નિયમ બનાવવા. સૌતી પહેલા પ્રતિનિધિત્વ સંદર્ભે, હું એ કહેવા ઈચ્છીશ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાઓમાં હવે વધારે વિલંબ થઈ શકે નહીં. આ મામલામાં લેખિત વાતચીતને એક નિશ્ચિત સમયસીમા અને સ્પષ્ટ, નક્કર પરિણામો સાથે જોડવું જોઈએ. આ પ્રકારે, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં વોટિંગ પાવર, નેતૃત્વનું પદ અને નીતિગત પ્રાથમિકતાઓ આજની આર્થિક વાસ્તવિકતાને અનુરૂપ હોવી જોઈએ.
ભારતની યજમાનીમાં દિલ્હીમાં થઈ રહેલી આ સમિટમાં રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ સહીત તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિઓ સામેલ થઈ રહ્યા છે. આ સમિટ સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ સામે આવી છે કે તમામ સદસ્ય દેશોની વચ્ચે સંયુક્ત ઘોષણા પત્રના એજન્ડાને લઈને સંમતિ બની છે. સંયુક્ત ઘોષણાપત્રમાં તમામ સદસ્ય દેશોની વચ્ચે એકતરફી યુદ્ધની વિરુદ્ધ પ્રસ્તાવ પર સંમતિ બની છે. આજે બપોરે બે વાગ્યા બાદ તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિ ભારત મંડપમ પહોંચ્યા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
ભારત મંડપમમાં બ્રિક્સ સદસ્ય દેશોના પ્રતિનિધિઓનું ઔપચારીક સ્વાગત કર્યા બાદ તમામ દેશોના પ્રતિનિધિઓને પીએમ મોદીએ સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિઓને બ્રિક્સ સમટિમાં આવકર્યા અને કહ્યુ કે મને આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરતા અત્યંત ખુશી થઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે 350થી વધારે બેઠકોનું આયોજન, 30 શહેરોમાં તમારી ટીમનું સ્વાગત કરવાનો અમને અવસર મળ્યો. ભારતને બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં તમારા સૌની મદદ માટે ધન્યવાદ.