ઈસ્લામિક શાસન વગર ભારત સુરક્ષિત નથી: મૌલાના સાજિદ રશીદી
મૌલાના રશીદીએ કહ્યુ છે કે ઈસ્લામિક કાયદો લાવવો જરૂરી છે. ત્યારે દેશમાં ગુના ખતમ થશે. તેમણે ક્હ્યુ છે કે બળાત્કાર કરનારા વ્યક્તિને ચોકમાં ફાંસી આપવી જોઈએ. બીજા દિવસથી જુઓ બધું ઠીક થઈ જશે
મૌલાના સાજિદ રશીદીએ કહ્યુ છે કે જ્યાં સુધી દેશમાં ઈસ્લામિક કાયદો નહીં આવે, દેશ સુરક્ષિત નથી. મૌલાના રશીદીએ કહ્યુ છે કે ઈસ્લામિક કાયદો લાવવો જરૂરી છે. ત્યારે દેશમાં ગુના ખતમ થશે. તેમણે ક્હ્યુ છે કે બળાત્કાર કરનારા વ્યક્તિને ચોકમાં ફાંસી આપવી જોઈએ. બીજા દિવસથી જુઓ બધું ઠીક થઈ જશે.
તેમણે કહ્યુ છે કે જ્યાં સુધી દેશમાં ઈસ્લામિક કાયદો નહીં આવે, બળાત્કાર સમાપ્ત નહીં થાય. તેમણે કહ્યુ છે કે રેપ રોકવા માટે શરિયા જરૂરી છે. મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોશિએશનના અધ્યક્ષ છે.
તેમણે કહ્યુ છે કે આજે બાળકીઓને સુરક્ષિત રાખવી સૌથી મોટો પડકાર છે. 3 વર્ષની બાળકી સાથે, 5 વર્ષની બાળકી સાથે, 60 વર્ષની વૃદ્ધ મહિલા સાથે શું થઈ રહ્યું છે. આ જે સ્થિતિ છે દેશની આમા પોતાની બાળકીઓને સુરક્ષિત રાખવા, આ એક ઘણો મોટો પડકાર છે.
તેમણે કહ્યુ છે કે આઝાદીના નામ પર જે પ્રકારે બાળકીઓને બહાર કાઢવાનું ષડયંત્ર રચાઈ ગયું. જોબના નામ પર અને એ કહીને કે તમે કેમ કામ કરી શકો નહીં, આપણે પણ ખભેખભો મિલાવીને કામ કરી શકીએ છીએ, આપણે પણ દરેક ક્ષેત્રમાં આવીને પુરુષોની સાથે હોઈ શકીએ છીએ. આનાથી મુશ્કેલીઓ પેદા થઈ.
આના પહેલા કેરળના એક મૌલાના એપી અબુબકર મુસલિયારે કહ્યુ હતુ કે મહિલાઓને ઘરમાં જ રહેવું જોઈએ. તેમણે જાહેર મંચો પર લાવવાથી તબાહી થાય છે. તેમણે કહ્યુ કે ઈસ્લામે મહિલાઓ માટે પડદા પ્રથામ એટલા માટે લાગુ કરી હતી.
કેરળના આ મૌલાનાના નિવેદનના ટેકામાં સાજિદ રશીદીએ કહ્યુ કે તેમણે શું ખોટું કહ્યું છે. તેમણે કહ્યુ કે જો તમારે સુરક્ષિત રહેવું છે, તો ઘરોમાં રહો અને કુદરત શું કહે છે તમને ? કુદરે જે મહિલા અને પુરુષ બનાવ્યા છે, તે કુદરત પણ આ ચાહે છે કે મહિલાઓ ઘરમાં બેસીને ઘર સંભાળે, બાળકોને જોવે, ઘરને જોવે, પતિ જે બહારથી નાણાં કમાઈને લાવી રહ્યો છે, તેનો ઉપયોગ સારી રીતે કરે.
રશીદીએ કહ્યુ છે કે જો મહિલાઓને સુરક્ષિત કરવી છે, તો ઈસ્લામમાં જે કડક કાયદા છે, તે લાગુ કરવા જોઈએ. એટલે કે ખતમ કરી દેવામાં આવે એ વ્યક્તિને જે બળાત્કાર કરે.