ગુજરાતમાં ભારે વરસાદને કારણે મુંબઈ-સુરત વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો રદ્દ
સુરક્ષાના પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા ડાઉન મેઈન લાઈન પર વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે. રેલવે દ્વારા પ્રવાસીઓની અવરજવર જાળવવા અને ભીડને નિયંત્રિત કરવા માટે સિંગલ લાઈન - અપ મેઈન લાઈન પર ટ્રેનો ચલાવીને સમારકારની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ છે. તેને કારણે અનેક ઠેકાણે મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ ચુકી છે. ઉદવાડા અને પારડી સ્ટેશનો વચ્ચે માટી અને કાંકરી ધોવાઈ જવાનને કારણે મુંબઈ-સુરત રેલવે સેક્શન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. ટ્રેક નજીક એક સિગ્નલનો થાંભલો બેસી ગયો હતો.
સુરક્ષાના પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા ડાઉન મેઈન લાઈન પર વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે. રેલવે દ્વારા પ્રવાસીઓની અવરજવર જાળવવા અને ભીડને નિયંત્રિત કરવા માટે સિંગલ લાઈન - અપ મેઈન લાઈન પર ટ્રેનો ચલાવીને સમારકારની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુખ્ય રેલવે ટ્રેકને માળખાકીય નુકશાન થયું નથી. પરંતુ અસરગ્રસ્ત સ્થળે 9 મીટર ઊંચો માટીનો બંધ હોવાથી સમારકામ પડકારજનક બન્યું છે. ટ્રેકને પૂર્વવત થવામાં 6થી 7 કલાકનો સમય લાગવાની સંભાવના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ટ્રેન વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે, કેટલીક ટ્રેનોને અધવચ્ચે રોકી દેવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. આ ટ્રેનો યાદી નીચે મુજબ છે.
ઉમરગામ રોડ - વલસાડ પેસેન્જર (૬૯૧૫૩): આજે રદ કરવામાં આવી છે.
અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (૧૨૯૩૪): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ એક્સપ્રેસ (૧૨૯૩૩) વલસાડથી જ ઊપડશે (વલસાડ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બંને તરફ રદ રહેશે).
અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (૧૨૯૩૨): નવસારી સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ એક્સપ્રેસ (૧૨૯૩૧) નવસારીથી ઊપડશે (વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ રહેશે).
ભુજ - દાદર એક્સપ્રેસ (૨૦૯૦૮ - ૨૧ જુલાઈ): સુરત સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન દાદર - ભુજ એક્સપ્રેસ (૨૦૯૦૭) સુરતથી જ ઊપડશે.
અજમેર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (૧૨૯૯૬ - ૨૧ જુલાઈ): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટર્ન સેવા પણ ત્યાંથી જ શરૂ થશે.
વડોદરા - દહાણુ રોડ મેમુ (૨૨૯૩૦): ભિલાડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટનર્ન જરની ભિલાડથી જ શરૂ થશે.
મુંબઈ સેન્ટ્રલ - વાપી પેસેન્જર (૫૯૦૪૫): ઘોલવડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટનર્ન જરની ત્યાંથી જ ચાલશે.
બોરીવલી - વલસાડ પેસેન્જર (૬૯૧૩૯): વાપી સુધી જ ચલાવવામાં આવી છે.
સુરત - ઉમરગામ રોડ પેસેન્જર (૬૯૧૫૪): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે.
અત્યારે સમારકામનું કામ ચાલુ હોવાથી પશ્ચિમ રેલવેએ મુસાફરોને પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની વર્તમાન સ્થિતિ તપાસી લેવાની ખાસ સલાહ આપી છે.