10 વર્ષમાં 152 પેપર લીકથી 7.5 કરોડ છાત્ર પ્રભાવિત, કોઈ દોષિતને થઈ નથી સજા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ ધાંધલીથી લગભગ 7.5 કરોડ છાત્ર અને તેમના પરિવાર પ્રભાવિત થયા છે.જેનાથી મોટાભાગે મધ્યમવર્ગ અને ગરીબ પરિવાર સામેલ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ પરિવાર પોતાની મહેનતની કમાણી શિક્ષણ પર લગાવે છે, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કોઈ ગેંગ અથવા કેટલાક લોકો ભારતની સૌથી કિંમતિ સંપત્તિ - શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે અને છાત્રોની જિંદગીઓ તબાહ કરી રહ્યા છે. સરકાર તરફથી પણ શૂન્ય સજાનું વલણ ચાલુ છે.
દિલ્હીમાં નીટ પેપર લીક મામલે વિરોધ પ્રદર્શનો વચ્ચે રાજકારણ ગરમ છે. મંગળવારે પીએમ આવાસ બહાર ધરણાં બાદ રાહુલ ગાંધીએ આજે મીડિયા સાથે વાતચીત કરી છે. દિલ્હીમાં સંસદ ચલો માર્ચ દરમિયાન દેખાવકારો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ વચ્ચે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર આકરેપાણીએ છે.
નીટ પેપર લીક મામલો અને છાત્ર આંદોલન દરમિયાન લાઠીચાર્જને લઈને તેમણે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ છાત્રોની સમસ્યાઓને લઈને સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે છાત્ર શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે સુરક્ષાદળો દ્વારા અત્યાચાર કરાય રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સવાલ એ છે કે આપણા છાત્રો સાથે આવું કેમ થઈ રહ્યું છે ? તેમણે હકીકતમાં શું ખોટું કર્યું છે? સુરક્ષાદળ તેમના પર હથિયાર તાકી રહ્યા છે. તેઓ શાંતિથી પોતાની માગણી રજૂ કરી રહ્યા છે. તેઓ પુછી રહ્યા છે કે આ દેશ તેમનો શું કર્જદાર છે? તેઓ માંગી રહ્યા છે કે દેશના છાત્રોને એક નિષ્પક્ષ અને યોગ્ય શિક્ષણ વ્યવસ્થા મળવી જોઈએ. તેમણે કહ્યુ છે કે બાળકોએ આત્મહત્યા કરી લીધી છે. આપણા છાત્ર અમર્યાદીત તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અને આખરી ક્ષણમાં તેમને જણાવાય રહ્યું છે કે પેપર લીક થઈ ગયું છે.
કોર્પોરેટ નોકરીઓ થઈ રહી છે ખતમ
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તમે ભણતર પુરું કરીને ડોક્ટર બની જાવ છો, વકીલ બની જાવ છો, કોઈને કોઈ હુન્નર શીખી લો છો. પરંતુ તેના પચી અચાનક તમને જણાવવામાં આવે છે કે જે દરવાજા તમારા માટે ખુલ્લા હોવા જોઈતા હતા, તે બધાં બંધ છે.
તેમણે કહ્યુ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સંપૂર્ણપણે બંધ છે. તમારી આસપાસ જોઈ લો, દરેક જગ્યાએ માત્ર ચીનના ઉત્પાદ નજરે પડશે. એન્ટપ્રેન્યોરશિપ બંધ છે. બેંકોમાંથી નાણાં માત્ર બે-ત્રણ મોટી કંપનીઓને મળે છે. જે યુવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેને કોઈ મોકો મળતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કોર્પોરેટ નોકરીઓ પણ સમાપ્ત થઈ રહી છે. એઆઈ અને આઈટી સેક્ટરમાં છટણી ચાલી રહી છે. પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ થઈ રહ્યું છે. યુવાઓ પાસે હવે માત્ર સરકારી નોકરીનો એક જ વિકલ્પ બચે છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તમે યુવાઓને એક દરવાજો આપો છો, બાકીના તમામ દરવાજા બંધ કરી દો છો. પછી તે એક સિસ્ટમમાં પણ હેરાફેરી કરો છો અને તેને બેહદ મોંઘી બનાવી દો છો. તેના પછી તમે આશા કરો છો કે તે બહાર નીકળશે નહીં. તમે કંઈ દુનિયામાં જીવી રહ્યા છો?
10 વર્ષમાં 152 પેપર લીક
લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યુ કે દેશનું શિક્ષણ તંત્ર, જેને ક્યારેક દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં ગણવામાં આવતું હતું, આજે સંપૂર્ણપણે ધાંધલીવાળી સિસ્ટમ બની ચુકી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ગત દશ વર્ષોમાં 152 પરીક્ષાના પેપરો લીક થયા છે. એટલે કે સરેરાશ દર મહિને એક પેપર લીકની ઘટના બની છે. તેમણે કહ્યુ છે કે લાખો વિદ્યાર્થીઓને પહેલા જે તણાવ સહન કરવો પડયો, તેને ફરીથી સહન કરવાનું કહેવામાં આવે છે. સરકારને આનાથી કોઈ ફરક પડતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ ધાંધલીથી લગભગ 7.5 કરોડ છાત્ર અને તેમના પરિવાર પ્રભાવિત થયા છે.જેનાથી મોટાભાગે મધ્યમવર્ગ અને ગરીબ પરિવાર સામેલ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ પરિવાર પોતાની મહેનતની કમાણી શિક્ષણ પર લગાવે છે, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કોઈ ગેંગ અથવા કેટલાક લોકો ભારતની સૌથી કિંમતિ સંપત્તિ - શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે અને છાત્રોની જિંદગીઓ તબાહ કરી રહ્યા છે. સરકાર તરફથી પણ શૂન્ય સજાનું વલણ ચાલુ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કોઈ વ્યક્તિ અથવા લોકોનો એક સમૂહ આપણી શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યો છે. ભારતની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેની શિક્ષણ વ્યવસ્થા અને તેના છાત્ર છે. પરંતુ તેમના ભવિષ્યને નષ્ટ કરાય રહ્યા છે. તેમણે સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે સરકાર શું કરી રહી છે. એક પણ કન્વિક્શન થયું નથી. આ પહેલું અને સંપૂર્ણપણે યોગ્ય કારણ છે કે આપણા યુવાઓ સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
યુવાઓ દેશ છોડીને જઈ રહ્યા છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે પરીક્ષા વ્યવસ્થામાં માત્ર ધાંધલી જ નહીં, પરંતુ આ સંપૂર્ણપણે અવ્યવહારિક અને મોંઘી પણ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સિસ્ટમમાં ધાંધલી તો છે જ, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આ સિસ્ટમ એફોર્ડેબલ નથી. આ તે હકીકત છે જેને દરેક નવયુવા જાણે છે, પરંતુ ભારત સરકાર અજાણ બની રહી છે. તેમણે આંકડાનો હવાલો આપતા કહ્યુ કે એક છાત્ર પરીક્ષા આપનારા પરિવાર પર એટલો ખર્ચ આવે છે જેટલો આખા દેશના શિક્ષણ બજેટ પર હોય છે. સરકાર તમામ ટેક્સ એકઠો કર્યા બાદ આપણા બાળકોના ભવિષ્ય પર ખર્ચ કરે છે, જેને શિક્ષણ બજેટ કહેવામાં આવે છે. આ રકમ માત્ર 1.4 લાખ કરોડ રૂપિયા છે. દર વર્ષે નીટ પરીક્ષા આપનારા પરિવારો પર કુલ 1.32 લાખ કરોડ રૂપિયાથી વધારે બોજ પડે છે. રાહુલ ગાંધીએ આને સીધેસીધી ચોરી ગણાવતા કહ્યુ છે કે આ એ પરિવારો પાસેથી ખુલ્લી લૂંટ છે. જ્યારે તમે તેમના પૈસા લૂંટો છો, તો પછી પેપર લીકના બહાને તેમને ચુપ કરાવી દો છો. આ સ્પષ્ટ ધાંધલી છે. આ અસલી કારણ છે કે આપણા યુવા દેશ છોડીને બહાર જઈ રહ્યા છે.
મંગળવારનો ઘટનાક્રમ
મંગળવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગની બહાર ધરણાં કર્યા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહીતના વિપક્ષના ઘણાં નેતાઓ પીએમ આવાસના ગેટ પર ધરણાં પર બેઠાં હતા.
પીએમઓના રાજ્ય મંત્રી જિતેનદ્ર સિંહે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી, પરંતુ તેના પછી પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓ ત્યાંથી હટયા નહીં. લગભગ ત્રણ કલાક બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને અખિલેશ યાદવને કસ્ટડીમાં લીધા. મોડી રાત્રે પોલીસે તેમને મુક્ત કર્યા.
કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેઓ છત્રસાલ સ્ટેડિયમની સીડીઓ પર બેઠેલા દેખાયા. આ વીડિયોમાં તેમણે કહ્યુ હતુ કે મેં લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી અને 20 જુલાઈની ઘટનાઓ પર ચર્ચાની માગણી કરી. સ્પીકરે કહ્યુ કે આના માટે સરકારની મંજૂરી જરૂરી છે.