ઝારખંડમાં કૉલ માફિયા પર ગાળિયો કસાયો, EDને દરોડામાં મળી 600 કરોડની સંપત્તિ!
સત્તાવાર સૂત્રો મુજબ, ઈડીના દરોડા એસ. કે. શર્માના કાર્યાલય સહીત લાલ બાબૂ સિંહ (એલ. બી. સિંહ), અનિય ગોયલ, સબીર આલમ, ગણેશ યાદવ, પપ્પૂ મંડલ, શેખર યાદવ, રંજીત સિંહ અને માધવસિંહ સહીતના 25 ઠેકાણાઓ પર દરોડા પાડયા છે.
ઝારખંડના ધનબાદમાં કોલ માફિયા પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ ( ED)એ 25 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. આ દરોડામાં ઈડીને મળેલી ચલણી નોટોના ઢગલાને જોઈને કોઈનું પણ મગજ ચકરાવે ચઢી જાય. 500 રૂપિયાની નોટોની થોકડીઓ જોઈને આંખો ફાટી જાય. એ વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય કે શું કોઈની પાસે આટલી બધી રોકડ પણ હોઈ શકે.
ઈડીએ ગેરકાયદેસર કોલસા કારોબાર સાથે જોડાયેલા મામલામાં ધનબાદ અને તેની આસપા 25 ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડીને અંદાજે 600 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ કબજે કરી છે.
સત્તાવાર સૂત્રો મુજબ, ઈડીના દરોડા એસ. કે. શર્માના કાર્યાલય સહીત લાલ બાબૂ સિંહ (એલ. બી. સિંહ), અનિય ગોયલ, સબીર આલમ, ગણેશ યાદવ, પપ્પૂ મંડલ, શેખર યાદવ, રંજીત સિંહ અને માધવસિંહ સહીતના 25 ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. સત્તાવાર સૂત્રો મુજબ, આ કાર્યવાહી ગેરકાયદેસર ચાલતા કોલસાના કારોબાર અને તેની સાથે જોડાયેલી મની ટ્રેલની તપાસ માટે કરવામાં આવી છે. તપાસ એજન્સી નાણાંકીય લેણદેણ, સંપત્તિ અને ગેરકાયદેસર કમાણીના સંભવિત નેટવર્કની તપાસ કરી રહી છે.
મીડિયા અહેવાલના દાવા મુજબ, ઈડીને એલ. બી. સિંહના પરિસરોમાંથી મોટી કાળી કમાણીના પુરાવા મળ્યા છે. દરોડામાં 160 કરોડ રૂપિયાનું મ્યુચલ ફંડ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. દરોડા પ્લોટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, માઈન્સ શેયરોના દસ્તાવેજ સહીત 200થી વધુ અચળ સંપત્તિની જાણકારી મળી છે. ઈડીએ આની અનુમાનિત કિંમત 500થી 600 કરોડ રૂપિયા આંકી છે.
ઈડીએ મંગળવારે સવારે મોટા પ્રમાણમાં દરોડા શરૂ કર્યા હતા. ધનબાદના ટિકિયાપાડા, મહુદા, લોયાબાદ, ઝરિયા અને બેંકમોડ સહીત 25 જેલા ઠેકાણાઓ પર એકસાથે આ કાર્યવાહી કરી હતી. જેના કારણે કોલસા કારોબાર સાથે જોડાયેલા લોકોમાં હડકંપ મચ્યો હતો. ઈડીની ટીમો કેન્દ્રીય સુરક્ષા દળો સાથે વિભિન્ન સ્થાનો પર પહોંચી અને ઘણાં કલાકો સુધી દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ઝીણવટભરી તપાસ કરી હતી.
અધિકારીઓએ સંબંધિત પરિસરોમાંથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની તપાસ કરી, જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની પણ તપાસ થઈ રહી છે. આ સિવાય નાણાંકીય લેણદેણ સાથે જોડાયેલા રેકોર્ડ અને દસ્તાવેજો પણ ચકાસાઈ રહ્યા છે. લોયાબાદના કનકની ક્ષેત્રમાં પણ ઈડીની ટીમ ઘણાં ચર્ચિત કારોબારીઓના ઠેકાણાઓ પર પોહંચી. અધિકારીઓનો કાફલો ત્રણ વાહનોમાં ત્યાં પહોંચ્યો અને ઘણાં કલાકો સુધી તપાસ કરી. આ દરમિયાન ઘરની મહિલાઓએ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો, જો કે ઈડી તરફથી આના સંદર્ભે કોઈ સત્તાવાર ટીપ્પણી કરવામાં આવી નથી.